તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુણાવાડા એમપીએલમાં મેઘરાજાની બલ્લેબાજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્ય મહેમાનપદેથી ઉદબોધન કરતાં પશુપાલન મંત્રી બચુભાઈ ખાબડે ૪૦ દિવસના આયોજનને બિરદાવતાં રમશે ગુજરાત અને જીતશે ગુજરાતનો નારો બુલંદ કરનાર યુવાનોની સરાહના કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી અમીતભાઈ ઠાકરે દિવ્યભાસ્કરના પ્રજા સાથે જોડાઈ રહેવાના અનેકવિધ પ્રયોગોમાંથી યુવાઓને જોડવાના સફલતમ પ્રયોગ વધુ શહેરો સુધી પ્રસરે તેવી શુભકામના વ્યકત કરી હતી. તેમણે આયોજક જીગર પંડ્યા સહિતની ટીમના ભરપૂર પરિશ્રમને બિરદાવી અદભૂત આયોજન માટે પ્રસંશા કરી હતી. ટુર્નામેન્ટના ગ્રાન્ડ ક્લોઝિંગની મેગા ઇવેન્ટનો તેના પ્રારંભની જેમ ઝાકમઝોળ સાથે ડાન્સ માસ્ટર અંકિત,વિકીના નિદર્શનમાં ૪૦૦ બાળકોની અદભૂત કોરિયોગ્રાફી સાથે ડાન્સને લોકોએ તાળીઓના

...અનુસંધાન પાના નં.2

ફાઇનલ મેચ મહીસાગર પોલીસ ટીમ અને વિનાયક ટીમ વચ્ચે જોરદાર ટક્કરને જોવાથી પ્રેક્ષકો વંચિત : મેચ મુલતવી રાખવામાં આવી હતી

40 દિવસથી ક્રિકેટોત્સવનું વાતાવરણ બનાવનાર MPLનો સમાપન સમારોહ

આગામી સમયમાં ફાયનલ મેચનું આયોજન કરવામાં આવશે

આગામીસમયમાં હવામાન ખાતાનો પરામર્શ લઇને ફાયનલ મેચનું આયોજન કરવામાં આવનાર છે. જેની ચાહકો આતુરતાભેર રાહ દેખી રહ્યા છે.

ઉપસ્થિત રહેલા મહાનુભાવો

મહીસાગરતીર્થધામ દેગમડા મહંત અરવિંદગીરીજી, શનિધામ પ્રહલાદભાઈ ભટ્ટ, કેળધરા મંદિર પ્રભુદાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતમાં સંતો મહંતોના આશીર્વાદના આશીર્વાદ સાથે ગુજરાત વન વિકાસ નિગમ ચેરમેન કુબેરભાઈ ડિંડોર, ગુજરાત મહિલા આયોગ ચેરમેન લીલાબેન અંકોલિયા,મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા, ગુજરાત યુવા ભાજપ મહામંત્રી પિંકલ ભાટિયા, મહીસાગર ભાજપ પ્રમુખ જે.પી પટેલ, મહામંત્રી મૂળજીભાઈ રાણા, શહેર ભાજપ પ્રમુખ જીજ્ઞાસુભાઈ જાની, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન જોશી સહિત સંગઠન પદાઅધિકારીઓ, પાલિકા સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

મહિસાગર પ્રમિયર લીંગનું ભવ્યાતી ભવ્ય સમાપન સમારોહનું દીપ પ્રાગટ્ય કરતાં પ્રદેશભાજપના મંત્રી અમીતભાઇ ઠાકર, રાજ્યના પશુપાલન મંત્રી બચુભાઇ ખાબડ, અને મહાનુભાવો તસવીરમાં નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...