તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • મહિસાગર જિલ્લાના વડાગામ ખાતે પ્રગતિસેતુ કાર્યક્રમ યોજાયો

મહિસાગર જિલ્લાના વડાગામ ખાતે પ્રગતિસેતુ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગરજિલ્‍લાના ખાનપુર તાલુકાના વડાગામ ખાતે પ્રાંત કક્ષાના પ્રગતિ સેતુ કાર્યક્રમ કલેક્ટરના અધ્યક્ષ સ્‍થાને યોજાયો હતો. લુણાવાડા અને ખાનપુર તાલુકાના નાગરિકોએ સામુહિકલક્ષી 13 રજુઆતો વહીવટી તંત્ર સમક્ષ કરી હતી.

વડાગામ ખાતે પ્રાંત કક્ષાના પ્રગતિ સેતુ કાર્યક્રમ પ્રસંગે ઇનચાર્જ મહિસાગર કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે જણાવ્‍યું હતુ કે, રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલ ઝડપથી વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રગતિ સેતુ કાર્યક્રમ અમલમાં આવેલ છે. પ્રગતિ સેતુના કાર્યક્રમમાં ગ્રામ્ય રસ્‍તાઓ, પુલો, સિંચાઇ, ચેકડેમો બનાવવા, તળાવો ભરવા, વિજળી અંતર્ગત સબ સ્ટેશનો બનાવવા, પીવાના પાણી જેવી પાયાની રજુઆતો કરવામાં આવી હતી. જેને જે તે વિભાગ દ્વારા સમય મર્યાદામાં કામગીરીનો ઉકેલવામાં આવશે. સાથે મહિસાગર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ કડાણા તાલુકાના સંઘરી ખાતે અને વિરપુર તાલુકાના સાલૈયા તેમજ ખાનપુર તાલુકાના વડાગામ કલ્સ્ટરના ગામો ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વ્યક્તિ લક્ષી પ્રશ્નો 5577 મળ્યા તેની સામે 5296 પ્રશ્નોનો નિકાલ સ્થળ પર કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં લોકોની 13 સામુહિક રજૂઆતો મળી

ખાનપુર તાલુકામાં 5296 પ્રશ્નોનો ઉકેલ આવ્યો

અન્ય સમાચારો પણ છે...