તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓને લુણાવાડા નજીક અકસ્માત નડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓને લુણાવાડા નજીક અકસ્માત નડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજીમાતાનાં દર્શનાર્થે ભારદવી પુનમના દર્શન કરવા જતા પદયાત્રાઓથી માર્ગો ઉભરાઈ રહ્યા છે. તેવા સમયે લુણાવાડા નજીક મોડાસા રોડ તરફ આવેલ વેરી નદીના પુલ પાસે મારૂતી સ્વીફટ ડીઝાઈર અકસ્માત સર્જાતા કવાંટના 6 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થતા. તાત્કાલીક ઈજાગ્રસ્તોને 108 મારફતે લુણાવાડા ખાતે ખસેડ્યાં હતા.

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ અને પાવીજેતપુર તાલુકાના પદયાત્રીઓ અંબાજી દર્શનાથે નિકળ્યાં હતાં. તે દરમ્યાન લુણાવાડા 1 કિમી દુર મોડાસા રોડ તરફ આવેલ વેરી નદીના પાસે એક મોવડાના ઝાડનીચે તેમનો સરસામન ભરેલ છોટા હાથી રોડની સાઈડ પાર્કિગ કરી ઘટાદાર ઝાડની નીચે નાસ્તો કરી રહ્યા હતા. જેનાં યાત્રીઓ આરામ પણ કરતા હતાં. તે દરમ્યાન મોડાસા તરફથી આવતી મારૂતી સ્વીફટ ડીઝાઈર ગાડી પૂર ઝડપ હકારી ને આવતી હતી. તે દરમ્યાન ચાલકને પોતાના સ્ટેરીંગ પરનો કાબૂ ગૂમાવતા ડીવાઈડરને અથડાઈને રોડની બીજી તરફ એટલે કે મોડાસા તરફ જતાં માર્ગ પર ઉછડીને થાક ઉતારતાં પદયાત્રીઓ પર ત્રાડકી હતી. જેમાં અચાનક ઉડીને આવેલ કારથી પદયાત્રીઓની ચિસોથી વાતાવરણ ગમગીન બન્યું હતું. ગંભીર અકસ્માતથી આસપાસ ના લોકોને જાણ થતાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડીવાઈટર પર થી ઉછડીને આવેલી સ્વીફટ ડીવાઈટરની ગતિએ થી બધી હતી કે પદયાત્રીકોઓનાં સરસામાન લઈને આવેલ છોટા હાથી કારની ટકકરથી ખાડામાં જઈને પલ્ટીમારી ગયો હતો. જેમાં પદયાત્રીઓનો સરસામાન પણ ઉછડીને બાજુમાં આવેલ ખેતરમાં જઈ પડયો હતો. ઘટનાની જાણ લુણાવાડા પોલીસને થતાં લુણાવાડા પી.આઈ.ગામીત ઘટના સ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરેલ હતી. તમામને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં કવાંટ તા.ના પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતાં

અંબાજી પગપાળા જતા ભક્તોને લુણાવાડા નજીક ગમ્ખવાર અકસ્માત નડ્યો હતો. તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. - ધર્મેન્દ્ર રણા

ઈજાગ્રસ્તોને 108 મારફતે કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો