તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલેકપુરમાં ગણપતિ વિસર્જનનંુ આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુણાવાડાતાલુકાના મલેકપુરમાં આજે શનિવારે ગણશે મહોત્સવ ઉજવ્યા બાદ શ્રધ્ધાભેર વિસર્જનયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ડીજે તથા બેન્ડબાજાના સથવારે ભક્તોએ શોભાયાત્રા નીકાળી હતી. દર વર્ષની જેમ લુણાવાડા તાલુકાના મલેકપુરમાં ઉત્સાહભેર ગણેશમહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.રોજે રોજ પૂરજા અર્ચન થયા બાદ શનિવારે બ્રામ્હણવાડા, પટેલ ફળીયુ, દરબારગઢ, મંદિરે થી ધામધૂમપૂર્વક વિસર્જન ટાણે શોભાયાત્રા નીકળી હતી. ત્યારે ગાયક કલાકાર મહેન્દ્રસિહ પરમારે ગરબા તથા હિદી ગીતો ઉપર ભક્તોએ નત્ય કર્યુ હતુ . અબીલ ગુલાલ ઉડાડીને તાતરોલી નદિ માં ભવ્ય વિસર્જન કરવામાં આવ્યુ હતુ.ડીજે તથા બેન્ડબાજાના સથવારે ભક્તોએ શોભાયાત્રા ગામમાં નીકાળી હતી.દરમ્યાન પટેલ રમેશભાઇ તથા દિપકભાઇ રાવલ દ્રારા આયોજન કરવામાં આવ્યુ હતુ. ગણપતી બાપા મોરિયાના નાદ સાથે ભકતો ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા.ગત શુક્રવારે અગાઉ મહાઆરતીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ત્યાર બાદ નાચતા ભક્તોએ મલેકપુર નજીક આવેલા તાતરોલી નદિમાં મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો