તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • મહીસાગરમાં રેતીનું ખુલ્લેઆમ ખનન: બેફામ બનેલા ખનીજ માફિયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહીસાગરમાં રેતીનું ખુલ્લેઆમ ખનન: બેફામ બનેલા ખનીજ માફિયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાણ ખનિજ વિભાગ જાણે આંખ આડા કાન કરીને ખનિજ માફીયાઓને છાવરે છે

ખાણ ખનીજ વિભાગના આંખ મિચામણાંના પગલે રેતી તેમજ સફેદ પત્થરની બેફામ લૂંટ

મહીસાગરજિલ્લામાં ખનીજ વિભાગના આંખ મિચામણાંના પગલે કોઈ પાસ પરમીટ તેમજ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા સિવાય ખુલ્લેઆમ લુંટ કરવાનો પરવાનો મળી ગયો હોય તેમ મોંઘામૂલી ખનીજ સંપદાનું ખનન ચાલી રહ્યું છે. સફેદ પત્થર, રેતી તેમજ માટી વગર પાસ પરમીટે રોયલ્ટી ચોરી કરતાં ખનિજ માફીયા બેફામ બન્યાં છે.

બાલાસિનોર તા.માં આવેલા દેવ ચોકડી પાસે બાલાસિનોર થી વિરણીયા ચોકડી સુધીનો ડામર રોડ જે કરોડો રૂપિયાના ખર્ચે બનવાનો છે. તેનો ડામર પ્લાન્ટ દેવ ચોકડી પાસે આવેલા દેવલાટ જવાના રસ્તા પર બનાવવામાં આવ્યો છે.ત્યારે ડામર પ્લાન્ટમાં માટીનું પુરણ તેમજ જરૂરિયાત હોવાથી નજીકમાં આવેલા માધવપુરા ગામના ભિલેરા તળાવમાંથી માટી લઈ જવાનું કામ યુધ્ધના ધોરણે ચલાવવામાં આવ્યું છે. બીજી તરફ સફેદ પત્થરનો કાળો કારોબાર ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી બેફામ બની ચુકયો છે. રાત્રી દરમ્યાન કડાછલા ચોકડી લઈ બાલાસિનોર અમદાવાદી ઢાળ સુધી ખનીજ માફીયા કાયદાને નેવે મુકીને ઓવરલોડ ટ્રેકટર ભરી પાસ પરમીટ લીધા સિવાય માર્ગો જાય છે. ખાણ ખનિજ વિભાગ જાણે આંખ આડા કાન કરીને ખનિજ માફીયાઓને છાવરવાનું કામ હાથ પર લીધું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહયું છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો