• Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • તાવ, શરદી ખાંસી, બ્લડપેશર, ચામડીના રોગોની તપાસ કરાઇ

તાવ, શરદી-ખાંસી, બ્લડપેશર, ચામડીના રોગોની તપાસ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલા સશક્તિકરણ પખવાડીયાના પાંચમા દિવસે મહિસાગર જિલ્લાની જનરલ સિવીલ હોસ્પીટલ લુણાવાડા ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત અને માહિતી અને પ્રસારણ વિભાગના સંયુકત ઉપક્રમે જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. એસ.બી. શાહની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓના ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાંથી આરોગ્ય દિન ઉજવણી અંતર્ગત જિલ્લામાંથી આવેલ મહિલા અને બાળકોએ આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં તાવ,શરદી ખાંસી, ઝાડા, બ્લડપેશર, ચામડીના રોગોની જનરલ હોસ્પિટલના ડોકટરો દ્વારા ચેકઅપ કરી ઇન્જેક્શન, દવા ગોળીઓ આપી હતી. આ કાર્યકમ અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. એસ.બી. શાહે ઉપસ્થિત મહિલાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે હાલ હાર્ટ, કેન્સર, ટીબી, જેવા રોગોની સારવાર સરકારી દવાખાના સિવાય સરકાર માન્ય દવાખાનામાં સારવાર મેળવવા રાજ્ય સરકાર દ્વારા મા અમૃત્તમ કાર્ડ, અને મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવેલ છે. તે દ્વારા સારવાર લઇ શકાશે, તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાઓમાં પણ જેનરિક દવાના સ્ટોર શરૂ કરવામાં આવેલ છે. આ સ્ટોર ઉપરથી સારી જાતની દવાઓ બજાર ભાવ કરતાં ઘણી જ સસ્તી દવાઓ ઉપલબ્ધ છે જેનો લાભ લેવા જણાવ્યું હતું.આ આરોગ્ય દિન નિમિતે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મહિલાઓ અને

બાળકોએ આ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.

લુણાવાડામાં આરોગ્ય ખાતાએ મહિલા સશક્તીકરણના ભાગરુપે કેમ્પ.હાર્દીક પટેલ

અન્ય સમાચારો પણ છે...