• Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક

નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટર વિજયસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. બેઠકમાં મા અન્નપૂર્ણા યોજના, અન્ન બ્રહ્મ યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, નાગરિક પુરવઠો અને કેરોસીનની ફાળવણી સહ વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર વાઘેલાએ જણાવ્યું હતું કે, તા.૦૧/૧૨/૨૦૧૮ થી જિલ્લા મુખ્ય મથકના હેડ ક્વાટરને કેરોશીન મુક્ત જાહેર કરવામાં આવનાર હોય દરેક રેશન કાર્ડ ધારકોએ ગેસ કનેકન મેળવવા અંગે સમજ આપવી પડશે. વ્યાજબી ભાવની દુકાનો ઉપરથી વિતરણ થતી આવશ્યક ચીજ વસ્તુઓનું આધાર આધારીત વિતરણ કરવામાં આવનાર દરેક રેશનકાર્ડ ધારકોએ આધાર સાથે સીડીંગ કરવાનું રહેશે તેમ જણાવ્યુ હતું. બેઠકમાં સમિતિના સભ્ય સચિવ અને પુરવઠા અધિકારીશ્રી રાજપુત જિલ્લામાં રાંધણગેસની પરિસ્થિતિ સહ વિતરણ વ્યવસ્થા અંગે પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાની વ્યવસ્થાની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...