તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરા નજીક કેનાલમાં લપસી જતાં બાળકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાતાલુકાના ચારી ગામે આવેલી કનોલમાં યુવાનનો પગ લપસી જતા મોત નીપજયુ હતુ.

શહેરા તાલુકાના ચારી ગામે વિરાભાઇ ફુલાભાઇ બારીયા ખેતી કામ કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહયા હતા. થોડા સમય અગાઉ તેઓની બહેન કે જે લુણાવાડા તાલુકાના સાતતળાવ ગામે રહેત છે. ત્યાંથી તેમના પુત્ર કેતન જયંતીભાઇ ખાંટને સારા અભ્યાસ માટે ચારી લઇ આવ્યાહતા. જે તા.25 સપ્ટેમ્બરના રોજ ઘરેથી ગામ પાસે આવેલી કેનાલ તરફ જતો હતો. ત્યારે બપોરના 4 વાગ્યાથી નિકળેલો પોતાનો ભાણો આવતા તેની શોધ તપાસ આદરી હતી. ગામના ઉપરાંત સગા વ્હાલે તપાસ કરી પરંતુ કયાંય તેના સગઢ મળ્યા હતા. આથી ઘરના સભ્યો ચિંતિત બન્યા હતા. તરફ ગામનો કોઇ વ્યકિત દ્વારા જણાવવામાં આવ્યુ કે કેતનનો મૃતદેહ ગામમાં આવેલી કેનાલમાં પડયોછે. આથી ઘરના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરીહતી. આપી પોલીસ દ્વારા જરુરી કાર્યવાહી કરી લાશને પીએમ માટે મોકલી આપવામાં આવી હતી. ઘટનાના પગલે ગમગીની છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...