તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • કડાણા તા.પં. ભાજપના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડાણા તા.પં. ભાજપના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહીસાગરજિલ્લાની કડાણા તાલુકા પંચાયતના કોંગ્રેસી મહિલા પ્રમુખ વિરુદ્ધ ભાજપના સભ્યો દ્વારા દાખલ કરાયેલ અવિશ્વાસની દરખાસ્ત આજ રોજ મળેલ બેઠકમાં પસાર થતા કોંગ્રેસમાં રાહત ની લાગણી સાથે કાર્યકરોએ ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરી છે.

કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ સુરજબેન પાદરીયા વિરુદ્ધ ભાજપના સભ્યો અને અપક્ષ સભ્યો મળી અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી. અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભમાં આજ રોજ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં વોટિંગ ની પ્રક્રિયા હાથ ધરાતા અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં ભાજપ અને અપક્ષ ચુંટાયે સભ્યો માળી કુલ 10 સભ્યોએ હાથ ઊંચા કરી મત આપેલ જયારે અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધ માં કોંગ્રેસ ના 9 સભ્યો હાથ ઊંચો કરી મત આપતા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાટે જરૂરી સભ્યો થતા ભાજપ દ્વારા મુકાયેલ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ નહોતી અને કોંગ્રેસમાં રાહતની લાગણી સાથે કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી.

કોંગ્રેસમાં રાહત સાથે કાર્યકરોમાં ખુશી વ્યાપી

કોંગી મહિલા પ્રમુખ વિરુદ્ધ દરખાસ્ત કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો