તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • લુણાવાડાના ટ્યુશનીયા શિક્ષકને મહી. શિક્ષણાધિકારીની ભારે સજાની ભલામણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડાના ટ્યુશનીયા શિક્ષકને મહી. શિક્ષણાધિકારીની ભારે સજાની ભલામણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહીસાગરજિલ્લા મથક લુણાવાડા નગરમાં કાયદાને ઘોળી પી જનારા ટ્યુશનીયા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહીથી આવા શિક્ષકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે.તાજેતરમાં શિક્ષણ વિભાગના નિયમોને નેવે મુકીને ટ્યુશનનો વેપલો ચલાવતાં શિક્ષકોને ઝડપવા મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી વાય.એચ.પટેલની નિગરાનીમાં કચેરીની ટુકડીઓ દ્વારા આકસ્મિક તપાસમાં લુણાવાડામાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કાયદાને ઘોળી પી જનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં લુણાવાડા મારુતિનગરમાં પી.કે.પટેલ ટ્યુશન કરતાં રંગેહાથ પકડાઈ ગયા હતા તેમને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ કાર્યવાહી પૂર્ણ કરી શાળા સંચાલક મંડળને વિનિયમ ૨૭ (અ)(૧)ના ભંગ બદલ ભારે સજાની ભલામણ કરવામાં આવતાં અન્ય ટ્યૂશનીયા શિક્ષકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે. એક તરફ કાયદા અનુસાર ભારે સજામાં ભવિષ્યમાં માધ્યમિક શાળાની નોકરી માટે ગેરલાયક ઠરે તે રીતે નોકરીમાંથી બરતરફ, ભવિષ્યમાં માધ્યમિક શાળાની નોકરી માટે ગેરલાયક ઠરે તે રીતે નોકરીમાંથી રુખસદ અને ફરજિયાત નિવૃત્તિ જેવી સજાઓનો સમાવેશ થાય છે. જો કે શિક્ષકોના ગેરકાયદેસર ટ્યૂશનોમાં કેટલીક શાળાના સંચાલકોની પણ ભાગીદારી હોય છે તેમ ચર્ચાઇ રહ્યું છે નગરમાં અનેક શિક્ષકો કેટલાક શાળા સંચાલકોના આશીર્વાદથી શિક્ષણની હાટડી માંડીને બેઠા છે. ત્યારે સંચાલક મંડળો આવા ટ્યૂશનિયા ઝડપાય ત્યારે શું કાર્યવાહી કરશે તે ચર્ચાનો વિષય બન્યો છે. નગરની કેટલીક શાળાના શિક્ષકો દ્વારા વરધરી રોડ, ચારકોશીયા નાકા, બારોટવાડા, દરવાજા અંદરના તેમજ સોસાયટીઓ સહિત વિવિધ વિસ્તારોમાં હજુ પણ તેમના ઘરે ગેરકાયદે ખાનગી ટ્યુશન દ્વારા વેપાર કરવામાં આવી રહ્યો છે.શહેરના વિવિધ વિસ્તારોમાં ફરજીયાત ટ્યુશનથી શિક્ષણ મેળવવા માટે બાળકો જતાં હજુ પણ જોવા મળી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા દિશામાં વધુ તપાસ કરી કરવા માંગ ઉઠી રહી છે.

શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહીથી અન્ય ટ્યુશનીયા શિક્ષકોમાં ફફડાટ

નગરમાં અનેક પી.કે.ની શાળા સંચાલકોના આશીર્વાદથી હાટડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો