તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહી. જિલ્લામાં વરસાદી માહોલ : હળવાં ઝાપટાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગરજીલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમોધીમો વરસાદ વરસી રહ્યો છે કયારેક જોરથી કયારેક હળવાં ઝાપટાં પડી રહ્યા છે. જિલ્લા કલેક્ટરે તમામ કર્મચારીઓને હેડક્વાટરમાં કામગીરી માટે સજ્જ રહેવા જણાવ્યું છે. સાંજે 4 કલાક સુધી નોંધાયેલા જિલ્લા કંટ્રોલ મહીસાગરના આંકડા મુજબ જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ બાલાસિનોર તાલુકામાં 217 મી.મી. જ્યારે સૌથી ઓછો વરસાદ વિરપુર તાલુકામાં 91 મી.મી પડ્યો છે ગઇકાલના તા.11ના અને આજના સાંજે ચાર વાગ્યા સુધીના વરસાદી આંકડા પર નજર કરીએ તો લુણાવાડામાં 15 મી.મી અને અત્યાર સુધીમાં 151 મીમી, ખાનપુર 12 મી.મી અને અત્યાર સુધીમાં 182 મીમી, સંતરામપુરમાં 3 મી.મી અને અત્યાર સુધીમાં 169 મીમી, કડાણા 7 મી.મી અને અત્યાર સુધીમાં 151 મીમી, બાલાસિનોર બિલકુલ નહીં અને અત્યાર સુધીમાં 217 મીમી, વિરપુર તાલુકામાં 4 મી.મી અને 91 મીમી નોંધાયો છે.

બે દિવસથી ધીમીધારે વરસેલો વરસાદ

અન્ય સમાચારો પણ છે...