તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • મહિસાગરના રાશનકાર્ડ ધારકોને ગેસ કનેકશન મેળવવા અનુરોધ

મહિસાગરના રાશનકાર્ડ ધારકોને ગેસ કનેકશન મેળવવા અનુરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગર જિલ્લાના નાગરિકોના આધાર નંબર રેશનકાર્ડ સાથે સીડીંગ કરાવવા તેમજ ૧ ડીસેમ્બરથી જિલ્લાના મુખ્ય મથકોને કેરોસીન મુક્ત જાહેર કરવામાં આવનાર હોય ગેસ કનેકશન મેળવી લેવા.

મહીસાગર જિલ્લા પુરવઠા અધિકારી એન.બી.રાજપુત અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લાના લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓએ લાભ મેળવવા માટે જેમની પાસે આધાર નંબર ઉપલબ્ધ નથી કે જેમણે હજી સુધી આધાર નંબર મેળવવા માટે નોંધણી કરાવેલ નથી તેવા તમામ લાભાર્થીઓએ મળવાપાત્ર લાભ મેળવવા તા.૩૦/૦૯/૨૦૧૮ સુધીમાં આધાર નોંધણી માટેની કાર્યવાહી કરવાની રહેશે તેમજ આધાર કાર્ડ ધરાવતા નાગરિકોએ આધાર નંબર રેશનકાર્ડ સાથે સીડીંગ કરાવવા તમામ રેશનકાર્ડ ધારકોને અનુરોધ કરાયો છે. સરકાર દ્વારા ૧ ડીસે.-૨૦૧૮ થી રાજ્યના તમામ જિ.ના મુખ્ય મથકોને કેરોસીન આપવાનું બંધ કરવામાં આવનાર હોઇ લુણાવાડાના રેશનકાર્ડ ધારકોને કેરોસીન મળતુ બંધ થશે. આ યોજનાઓનો લાભ મળવાપાત્ર ન હોય તેમને સ્વખર્ચે ગેસ કનેકશન મેળવી લેવા વિનંતી છે

અન્ય સમાચારો પણ છે...