તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુણાવાડામાંથી સગીરાનું અપહરણ : 4 સામે ફરીયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક સગીરાને ચાર ઈસમોએ અપહરણ કરી લઈ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

લુણાવાડામાં એક સગીરાને જશીબેન રમણભાઈ અંબાલાલ નટ, રયલાભાઈ અંબાલાલ નટ (રહે,મોટા સોનેલા,તા.લુણાવાડા)અને બીજા બે ઈસમો મળીને સગીરાને લગ્ન કરવાના ઈરાદે કે કોઈપણ ઈરાદે સગીરાનું અપહરણ કરી લઈ ગયા હતા. અને કહ્યું કે જો બુમો પાડીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. જશીબેન નટ તેના ઘરે લાવી સગીરાને ઘરની આગળ આવેલા દેરી (નાનું મંદિર)માં સગીરાને ગેરકાયદે રીતે સંતાડી સગીરાનું અપહરણ કર્યું હતું.

આ બાબતની જાણ મંગલ પ્રસાદ છવિરાજ યાદવ (પવન સોસાયટી, એ લુણાવાડા પોલીસ સ્ટેશને જાણ કરી જશીબેન રમણભાઈ અંબાલાલ નટ, રયલાભાઈ અંબાલાલ નટ અને બીજા બે ઈસમોની વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...