તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરામાંથી કતલખાને જતી 1 ગાયને બચાવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરામાંથીતાલુકાના શિવસેના કાર્યકરો અને પોલીસની સર્તતાના કારણે કતલખાને જતી એક ગાયને બચાવાઇ હતી. ઘટનાસ્થળેથી ચાલક ગાડી સાથે ઝડપાયો હતો.

શિવસેનાના કાર્યકરોને બાતમી મળી હતી. કે એક ટાટા એસી ગાડીમાં ગાયને ક્રુરતાપૂર્વક બાંધીને કતલખાને લઇ જવામાં આવે છે. જેના કારણે અન્ય કાર્યકરો દ્રારા પોલીને જાણ કરતાં પોસઇ આનંદ ચૌધરી તેમના સ્ટાફ સાથે લુણાવાડા હાઇવે તરફ નાકાબંધી કરી હતી. ગાડી પસાર થતા રોકાઇ હતી. ચાલકની સાથે એક યુવાન ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે ઝડપાયેલ ચાલક હિતેશ ઢોલી રહે. ઢોલીવાડ શહેરા અને ભાગી જનાર સુરેલીના અર્જન ગણપત વણઝારા શહેરા હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે ગાડીની તપાસ કરતાં જરસી ગાય ક્રુર રીતે બાંધેલી હતી. ઘાસચારો કે પાણી વિનાની હાલતમાં જોવા મળતા પૂછપરછ કરતાં ગાય ક્યાંથી લાવ્યાનો સંતોષકારક જવાબ મળતા ગાયને પાંજરાપોળ મોકલી હતી. અને ગાયની રાુ.5000 અને ગાડીની કિમત 1.50 લાખ મળીને 1.55 લાખનો મુદામાલ ઝડપી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો