• Gujarati News
  • લુણાવાડામાં બે યુવકનો બે યુવતી પર ચાકુથી હુમલો

લુણાવાડામાં બે યુવકનો બે યુવતી પર ચાકુથી હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાનાટેકરી ફળીયામાં રહેતી બે યુવતીઓ પર ભરબજારમાં નગરના બે યુવકોએ ધારદાર છરી વડે હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા હજી સુધી આરોપીઓની અટકાયત કરાતાં પરિવારજનો ચિંતિત બન્યા છે. અંગે ફરિયાદી દ્વારા ઉચ્ચસ્તરીય રજૂઆતો કરાઇ હોવાનું જાણવા મળે છે.

લુણાવાડાના ટેકરી વિસ્તારમાં રહેતા તથા મજૂરી કરી ગુજરાન ચલાવતી બે યુવતીઓ કામ કરી ઘર તરફ આવી રહી હતી. ત્યારે અચાનક લુણાવાડાના વાવનામુવાડામાં રહેતો આશિષ (બોડીયા) તથા તેનો મિત્ર આવી ચઢયા હતા. અને યુવતીઓને કહેવા લાગ્યા હતા કે, તારા બાપા કેમ મારા વિવાહ તારી જોડે નથી કરાવતા તેમ કહી તેના પર ધારદાર ચાકુનો હુમલો કરી દીધો હતો. પરંતુ તે દરમિયાન અન્ય યુવતીએ તેને બચાવવા વચ્ચે હાથ નાંખી દેતાં તેને હાથ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને યુવતીઓએ બુમરાણ મચાવતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જેથી ડરના માર્યા બંને યુવકો ભાગી ગયા હતા. લોહી લુહાણ યુવતીને તેના પરિવારજનોએ કોટેજ હોસ્પિટલમાં લઇ જઇ પ્રાથમિક સારવાર આપી હતી. તેમણે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પરંતુ હજી સુધી આરોપીની ધરપકડ કરાતાં ફરિયાદી દ્વારા ઉચ્ચસ્તરીય રજૂઆતો કરી હોવાનું જાણવા મળે છે.

તપાસ કાર્યવાહી હાથ ધરી છે

યુવતીઓકામ પતાવીને ઘરે પરત ફરતી હતી ત્યારે બે યુવકોએ આવીને છોકરીને કહ્યંુ હતંુ કે તારો બાપો કેમ મારી સાથે તારા વિવાહ કરાવતો નથી. તેમ કહી ગળા પર ધારદાર ચાકુ મુકી દીધુ હતુ. દરમિયાન છોકરીની બહેનપણીએ યુવતીને બચાવવા માટે હાથમાં ચાકુ પકડી લીધું હતું. આવી રીતે યુવકે છોકરીને ઇજા પહોંચાડી હતી. અંગે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. > જે.એચ.વઘાસીયા,પીઆઇ,લુણાવાડા

સમાધાન કરી લેવા માટે ધમપછાડા

પોલીસફરિયાદનોંધાયા બાદ છોકરાના પરિવારજનો દ્વારા યુવતીના પરિવાર પર યેનકેન પ્રકારે દબાણ કરી કેસમાં સમાધાન કરી લેવા માટે ધમપછાડા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ અડગ યુવતીના પરિવારજનોએ યુવકોની તાત્કાલિક ધરપકડ કરવા માટે ઉચ્ચાસ્તરીય રજૂઆત કરનાર છે.

યુવતીઓને રક્ષણ પૂરું પડાય તેવુ આયોજન જરૂરી

ઘરકામકરીપોતાના કુંટુંબને આર્થિક રીતે મદદ કરતી યુવતીને બલુણાવાડાના ટેકરી ફળીયા પાસે હૂમલાનો ભોગ બનાવનાર યુવકો સામે વિસ્તારમાં રોષ જણાઇ રહ્યો છે.ખાસ કરીને આવા સંજોગો એકલદોકલ યુવતીઓને પ્રકારે કરાતી હેરાનગતિ સામે પોલીસે પણ નક્કર કાર્યવાહી કરવી જોઇએ તે ઇચ્છનીય બન્યું છે. વળી બીજી તરફ આવી યુવતીઓન