લુણાવાડામાં તળાવ પાસેની કબરો હટાવવા આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિસનસાગર તળાવની પાળ ઉપર રસ્તામાં પાસે બનાવવામાં આવેલ કબરો હટાવવા હિન્દુ સંગઠને આવેદનપત્ર આપ્યુ હતુ.- ભદ્રપાલ સોલંકી

ભાસ્કર ન્યુઝ | લુણાવાડા

મહીસાગર જિલ્લા કલેક્ટરને સંબોધી પંચમહાલ અને મહીસાગર જિલ્લાના હિન્દૂ સંગઠનના કલ્પેશભાઇ ત્રિવદી, વૈભવ દવે, ભરતભાઇ કડયા તથા વિશાલ જોશી સહિતનાઓએ લુણાવાડા કિસનસાગર તળાવ પર કબરો અને દબાણો હટાવવા બાબતે આવેદનપત્ર પાઠવતા પાલિકા ચૂંટણી અગાઉ લુણાવાડા નગરમાં ગરમાવો આવી ગયો છે.

જિલ્લા કલેક્ટરને આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર લુણાવાડા નગરમાં આવેલ કિસનસાગર તળાવની પાળ પર ખોડિયાર મંદિર તરફ જવાના રસ્તામાં નવી કબરો હાલમાં બનાવવામાં આવી છે. જે ગેરકાયદેસર હોવાનો આવેદનમાં આક્ષેપ કર્યો છે. તેમજ ખોડિયાર મંદિરના રસ્તામાં આવતી હોવાથી બદઈરાદા સાથે આ કામ કરવામાં આવ્યું હોવાનો પણ આવેદનમાં આક્ષેપ કરાયો છે. તેમજ નંદકેશ્વર મંદિરની બાજુમાં નગરપાલિકાએ બનાવવામાં આવેલ પાર્કિંગ સ્ટેન્ડમાં પણ બે કબરો છે. તળાવની પૂર્વ બાજુએ ચંપલની ફેક્ટરીની સામે વેલવણવાડા ગામ તરફ તળાવ પાસે દબાણ હટાવવા માગણી કરાઇ છે.

પ્રાંત અધિકારી પાસે અહેવાલ મંગાવ્યો છે
ઐતિહાસિક કિસાન સાગર તળાવની માપણી કરાવી, ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવશે. આ અંગે પ્રાંત અધિકારી પાસેથી વિગત વાર અહેવાલ મંગાવ્યો છે. આર.આર.ઠક્કર, અધિક નિવાસી કલેક્ટર

રસ્તા પર ગેરકાયદે કબરો બનેલી છે
ખોડિયાર મંદિર જવાના રસ્તા પર ગેરકાયદ કબરો બનેલી છે, અને તળાવની જગ્યામાં પુરાણ કર્યું છે, અને પાલિકાના પાર્કિંગમાં પણ કબરો બનેલી છે. તે બાબતે અમે કલેક્ટર ને આવેદન આપી કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. કલ્પેશ ત્રિવેદી,સ્થાનિક ,લુણાવાડા

અન્ય સમાચારો પણ છે...