તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • મુશ્કેલી| ૧૫ જેટલા ગામોને અવર જવર કરવા માટે ભારે મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો

મુશ્કેલી| ૧૫ જેટલા ગામોને અવર જવર કરવા માટે ભારે મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા તાલુકાના કણજાવથી નુરપુર જતા માર્ગમાં નાળાનો ભાગ છેલ્લા એકાદ વર્ષથી થોડો થોડો દબાતો હતો. પરંતુ ગત સપ્તાહમાં પડેલા વરસાદ બાદ નાળુ બીલકુલ ધોવાઇ જતા રસ્તો પણ ધોવાઇ ગયો છે જેના કારણે વિસ્તારના ૧૫ જેટલા ગામોને અવર જવર કરવા માટે ભારે મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગામોમાં કોઈ ગંભીર રીતે બીમાર પડે કે અકસ્માત નડે તો ૧૦૮ કે ફાયર બ્રિગેડની સુવિધા પહોંચવી મુશ્કેલ છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ૧૦ થી ૧૫ ગામોને જોડતો રસ્તો છે જેમા કણજાવ, નુરપુર, લાલસર, વિરણીયા, દેરડી, વખતપુર, ઉંદરા, કિડિયા, કરેણા, બોર, જોધપુર વિગેરે ગામોને જોડતો રસ્તો બંધ થવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. ગામના માજી સરપંચે લુણાવાડા ખાતે આવેલ માર્ગ મકાન કચેરીમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ જોવા પણ આવ્યું નથી થી દિવસ પહેલા રજૂઆત કરી હતી અને ગઈકાલે અચાનક નાળું બેસી ગયું અને મોટાભાગનો રસ્તો તૂટી પડ્‌યો સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ આગામી સમયમાં જો રાત્રીના અજાણ્યા વાહન ચાલક માટે માર્ગ ભયજનક છે.

કણજાવથી નુરપુર માર્ગનું નાળુ ધોવાતા હાલાકી

અન્ય સમાચારો પણ છે...