સંચાલન અને સ્ટાફની નિમણૂંક અંગે બેઠક યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૩૦૩૯૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મહીસાગર જિલ્લામાં બોર્ડ પરીક્ષાના

ગુજરાતમા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધો.૧૦ અને૧૨ની જાહેર પરીક્ષા માર્ચ મહીનામાં યોજવામાં આવે છે. પરીક્ષાના આગોતરા આયોજન માટે જિ. કલેક્ટરની અધ્યક્ષતામાં જીલ્લા શિક્ષણાધિકારીની હાજરીમાં અને જિ.ના અમલીકરણ અધિકારીઓ અને જિ.સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી.

મહીસાગર જિલ્લામાં માર્ચ- ૨૦૧૭ની આગામી પરીક્ષામાં અંદાજીત SSCમાં કુલ ૨૦૧૧૦ અને HSC સા. પ્રવાહમાં ૮૩૨૧ જ્યારે વિ.પ્રવાહના ૪થા સેમેસ્ટરમાં ૧૯૬૭ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. બોર્ડની પરીક્ષા તા.૧૫ માર્ચના રોજથી શરૂ થશે. મહીસાગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી લુણાવાડા ખાતે જિલ્લા કંટ્રોલ રૂમ તા.૧૩ થી ૩૧ માર્ચ સુધી સવારે ૭થી રાત્રીના 8 કલાક સુધી કાર્યરત રહેશે જેનો ટેલીફોન નંબર ૦૨૬૭૪-૨૫૦૯૦૧ છે.

અન્ય સમાચારો પણ છે...