• Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • ત્રણે બેઠકો આંચકી મહીસાગર જિલ્લો કોંગ્રેસ મુક્ત કરી દઇશું

ત્રણે બેઠકો આંચકી મહીસાગર જિલ્લો કોંગ્રેસ મુક્ત કરી દઇશું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડામાંનવ નિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે અભિવાદન સમારોહમાં સંબોધતા મહીસાગર જિલ્લાને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસમુક્ત કરવાનો દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો હતો. પાટીદારનો દીકરો છું પણ પાણીદાર છું દરેક સમાજને સાથે લઈને ચાલતાં ભાજપની રાષ્ટ્રવાદીઓ ટોળીનો સૈનિક છું એમ જણાવતા ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદીની સરકારે યુવાનો માટેની વિકાસલક્ષી યોજનાઓ વર્ણવતાં રસાળ શૈલીમાં તેમના પ્રવચનને યુવાઓએ તાળીઓથી વધાવ્યું હતું.

સમારોહ પૂર્વે લુણાવાડા વિશ્રામગૃહથી સભા સ્થળ 42 પાટીદાર સમાજ ઘર સુધી ભવ્યાતિભવ્ય બાઇક રેલી યોજાઇ હતી. માર્ગમાં ઠેર-ઠેર વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા ડો.ઋત્વિજ પટેલનું સ્વાગત કરાયું હતું. લૂણેશ્વર ચોકડી પાસે સરદારપટેલની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરતાં જય સરદાર, ભારત માતા કી જયનો નારો બુલંદ કરતાં ઉત્સાહનો માહોલ વચ્ચે રેલીના રુટ પર દેશભક્તિની ધૂન સાથે માર્ગ પર કેસરીયો છવાયો હતો.

લુણાવાડામાં નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે અભિવાદન સમારોહમાં સંબોધતા મહીસાગર જિલ્લાને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસમુક્ત કરવાનો દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો હતો. તસ્વીર:જીગર પંડયા

સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા

રાજ્યમહિલા આયોગના ચેરમેન લીલાબેન, વન વિકાસ નિગમના અધ્યક્ષ કુબેરભાઈ ડિંડોર, માજી સાંસદ ભુપેન્દ્રસિંહ સોલંકી, માજી ધારાસભ્યો કાળુભાઇ, રાજેશભાઈ પાઠક, જિ. તા.નાં હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત જિલ્લા યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રભાઈ બારોટ, સંચાલન જેઠાભાઇ, કન્વીનર પ્રા.હર્ષ દવેએ સફળ બનાવી હતી.

પાસના કાર્યકરો ભાજપમાં

ડો.ઋત્વિજપટેલના સમારોહમાં પાસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં.કોઠંબા પાસ કન્વીનર ચિરાગ પટેલ,ગોરાડા પાસ કન્વીનર ચિંતનભાઈ પટેલ, આપ યુવા કન્વીનર પિંકેશભાઈ પટેલ તથા કોયડમના નિખિલ પટેલ જોડાયા હતાં.

લુણાવાડામાં ભાજપ યુવા મોરચાની બાઇક રેલી : પાસના કાર્યકરો ભાજપમાં

ભાજપ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલનો લુણાવાડામાં હુંકાર

અન્ય સમાચારો પણ છે...