તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • લુણાવાડાના વિરણીયા ચોકડી પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડાના વિરણીયા ચોકડી પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહીસાગરજીલ્લા એલસીબીએ લુણાવાડા પાસે આવેલ વીરણીયા ચોકડી પાસેથી વિદેશીદારુ તથા કાર મળી રૂ.3,82,300નો મુદામાલ ઝડપી પાડયો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.અમીનની સુચના અને માર્ગદર્શન હેઠળ મહિસાગર જીલ્લા એલસીબી પીઆઇ સી.સી.ખટાણાની ટીમ લુણાવાડા પાસેના વિરણીયા ચોકડી પર પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન સ્વિફટ ગાડી શંકાસ્પદ આવતી હતી. જેથી પોલીસ દ્વારા કારને ઉભી રખાઇ હતી. જોકે પોલીસને જોઇ ચાલક નાસી જવામાં સફળ રહયો હતો. બીજી તરફ ગાડીમાં તપાસ કરતા મોટાપ્રમાણમાં વિદેશીદારુનો જથ્થો જોવા મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. જેમાં પોલીસ દ્વારા ગણતરી કરવામાં આવતા બોટલ નંગ 943 રૂ.1.12 લાખ તથા કાર રૂ.2.70 લાખ મળી કુલ રૂ.3,82,300નો મુદામાલ ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ફરાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિદેશીદારુ, કાર મળી ~3 લાખનો મુદામાલ ઝડપ્યો

લુણાવાડાના વિરણીયા ચોકડી પાસેથી વિદેશીદારુ ભરેલી કાર ઝડપાઇ હતી. તસવીરધર્મેન્દ્ર રણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો