તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોડ સેફ્ટી કાઉન્સીલ અંગે રીવ્યુ બેઠક યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોડસેફ્ટી કાઉન્સીલ અંગે જિલ્લા કલેક્ટરની અધયક્ષતામાં રીવ્યું બેઠક યોજાઇ હતી. જેમાં મહીસાગર જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારીઓ અને આર.ટી.ઓ, પોલીસ, માહિતી સ્ટેટ હાઇવે અને માર્ગમકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન અને સૂચનાઓ સાથે રોડ સેફ્ટી અંગે વિચાર વિમર્શ કર્યો હતા.

મહીસાગર જિલ્લા કલેક્ટરની ચેમ્બરમાં મહીસાગર પોલીસ, માર્ગમકાન વિભાગ તથા એ.આર.ટી.ઓના અધિકારીઓ દ્વારા દર ત્રણ માસે યોજાતી જિલ્લા રોડ સેફટી કાઉન્સીલ સમિતિ દ્વારા અકસ્માત નિવારવા માટે હાઇવે તેમજ રાજ્ય માર્ગો તેમજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભયજનક તથા અકસ્માત ઝોનને શોધી કાઢી વાહનોના અકસ્માતમાં મૃત્યુ ઘટાડવા માટે રિવ્યું બેઠક ઇનચાર્જ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. અધ્યક્ષ સ્થાનેથી સીધું માર્ગદર્શન સાથે અકસ્માત નિવારણ અંગે આપ્યું હતું. રસ્તા અને હાઇવે પર લેક સ્પોર્ટ શોધીને તેના નિવારણ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. રોડની બાજુમાં સાઇન બોર્ડ લગાવવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તત્કાલ સારવાર મળી રહે તે માટે મોબાઇલ વાન અને જરૂરી સારવાર તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું હતું. વનવે નો અમલ, નો પાર્કિંગનો અમલ, આર.ટી.ઓ દ્વારા ચેંકીંગ તથા દંડઅને રિફલેક્ટર લગાડવા બેઠકમાં ચર્ચા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...