તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • મલેકપુરની ગાંધી વિનય મંદિર શાળામાં ધો.10નું કેન્દ્ર ફાળવાયું

મલેકપુરની ગાંધી વિનય મંદિર શાળામાં ધો.10નું કેન્દ્ર ફાળવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીમહાત્મા ગાંધી વિનય મંદિર હાઇસ્કૂલ મલેકપુરમાં ધો.10ની બેાર્ડની પરીક્ષાનું કેન્દ્ર ફળવાતાં વિદ્યાર્થીઓ વાલીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. કેન્દ્ર ફળવાતાં સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓની પરીક્ષા માટે દુરદુર જવું પડતું હતું. જેથી સમસ્યાનો અંત આવ્યો છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુરમાં શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર હાઇસ્કૂલમાં ધો.10નું બોર્ડનુ કેન્દ્ર ફળવાતા વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. ત્યારે છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓની પરીક્ષા માટે દૂરદૂર જવુ પડતુ હતુ. ત્યારે ધો.10નુ કેન્દ્ર ફળવાતા આનંદની લાગણી અને ખુશીની લાગણી જોવા મળે છે. કેન્દ્ર શાળાના ઇન્ચાર્જ આચાર્ય તેમજ સંચાલક મંડળના અથાગ પ્રયત્નોની અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સહયોગથી શાળામાં સીસીટીવી કેમેરાની સજજ કરાયુ અને આજુબાજુની ચાર શાળાની સ્કુલો મલેકપુરમાં પરીક્ષા સાથે મલેકપુરમાં પરીક્ષા આપશે જેમકે કાજળી દોલતપુરા, આટલવાડા, ઝીંજવા અને મલેકપુરની સાથે પાંચ સ્કુલોનો સમાવેશ થાય છે. કડાણા તાલુકાની હાઇસ્કૂલની વિદ્યાર્થીઓએ હવે દુર સુધી નહી જવું પડે. મલેકપુરમાં સેન્ટર મળતાં મલેકપુર સહિત આસપાસના ગ્રામજનોમાં આનંદની લાગણી જોવામળી છે.

શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર હાઇસ્કૂલ મલેકપુરમાં ધો.10ની બેાર્ડની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવતાં કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. } વિરભદ્રસિંહસિસોદીયા

દૂર દૂર સુધી પરીક્ષા માટે જવામાંથી છૂટકારો મળશે

અન્ય સમાચારો પણ છે...