તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણાવાડા પાલિકાના માજી પ્રમુખ સહિત 3 દ્વારા કર્મી પર હુમલો

લુણાવાડા પાલિકાના માજી પ્રમુખ સહિત 3 દ્વારા કર્મી પર હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાનગરપાલિકાના માજી પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી સહિત ત્રણ સભ્યોએ તેમની ગેરકાદેસર પેવર બ્લોકની ફેક્ટરીની નોટીસ નગરપાલીકા દ્વારા મળતા પાલિકાના કર્મચારી પર હુમલો કરી દેતાં લુણાવાડા પોલીસ મથકે ત્રણ સામે ફરીયાદ નોંધાઇછે. હાલ ત્રણેય સભ્યો ફરાર થઇ ગયા હતા.

લુણાવાડા નગરપાલિકાએ પ્રમુખ તથા ચીફ ઓફિસરની સહીથી જેસીંગપુરા ખાતે સીટી સર્વે નં.5023 પૈકી પ્લોક નં. 8 નગરપાલીકાની કોઇપણ જાતની મંજૂરી લીધા વગર રહેણાંક ઇન્ડસ્ટ્રિયલ બાંધકામ કરી ગીરીરાજ પેવર્સના નામે પેવર બ્લોકની ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવતા પાલિકાના સભ્યો ર્ડો.કીર્તી રમણલાલ પટેલના પત્ની જાગૃતિબેન કીર્તીકુમાર પટેલને તા.5ના રોજ પાલીકાના જાવક નં 4 નાન શાખા/વશી/713 ની નોટીસ મોકલી હતી.પટાવાળાએ શ્રીજન એપાર્ટમેન્ટ પરા બજારના પાલિકાના સભ્ય કીર્તિ પટેલ પોતાના પત્નિના નામની નોટીસ વાંચી ઉશ્કેરાઇ ગયેલા કીર્તી પટેલ માજી પ્રમુખ તથા દિપક પંકજભાઇ દોશીને બોલાવી ડ્રાફ્ટમેન અશ્વીનભાઇ શાહને પાલીકામાં આવીને અમોને નોટીસ આપી હેરાન પરેશાન કરો છો.એમ કહી અશ્વીનભાઇની ફેટ પકડી મારમારતા ઇજાઓ પહોચી હતી.આ બનાવની જાણ નગરપાલીકામાં બેઠેલા વહીવટી કર્મચારીઓને થતા તેઓ ધટના સ્થળે ઉમટી પડ્યા હતા.આ કર્મચારીઓને આવતા જોઇ ત્રણેય આરોપી છુ મંતર થઇ ગયા હતા.આખરે નગરપાલીકાના પ્રમુખ જયશ્રીબેન જોષી,ચીફ ઓફીસર બારોટ સહિતના કમર્ચારી લુણાવાડા પોલીસ મથકે પહોચી પી આઇ એમ બી બતુલને રજુઆત કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવા રજુઆત કરી હતી. સમગ્ર ધટનાની તપાસ લુણાવાડા પોલીસ મથકના પી આઇ એમ બી બતુલે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ફરીયાદ દાખલ કરેલ છે. નોંધનીય છેકે, લુણાવાડા પોલસ મથકે ત્રણેય આરોપીઓ પર ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ અવાર નવાર નગરમાં મારામરી પર ઉતરી આવી અનેક લોકો પર રોફ જમાવવા મારામારી કરે છે. તેમ ધ્યાન પર આવતાં પોલીસ ચોકી ઉઠી હતી.

પેવર બ્લોકની ફેક્ટરી હોવાથી પાલિકાએ નોટિસ આપતાં ઉશ્કેરાયા

અન્ય સમાચારો પણ છે...