• Home
  • Madhya Gujarat
  • Mahisagar
  • Lunavada
  • પંચામૃત ડેરી બચાવો સંમેલનમાં સત્તા લાલચુ તત્વોને જાકારો આપવા આહવાન

પંચામૃત ડેરી બચાવો સંમેલનમાં સત્તા લાલચુ તત્વોને જાકારો આપવા આહવાન

મહીસાગરજિલ્લાના લુણાવાડા પાસે આવેલા આંકલવા ખાતે ઓબીસી એસસી અને એસટી એકતા મંચ દ્વારા પંચામૃત ડેરી બચાવો...

DivyaBhaskar News Network | Updated - Feb 19, 2016, 02:45 AM
પંચામૃત ડેરી બચાવો સંમેલનમાં સત્તા લાલચુ તત્વોને જાકારો આપવા આહવાન
મહીસાગરજિલ્લાના લુણાવાડા પાસે આવેલા આંકલવા ખાતે ઓબીસી એસસી અને એસટી એકતા મંચ દ્વારા પંચામૃત ડેરી બચાવો મહાસંમેલન ગુરુવારે યોજાયું હતું. જેમાં મોટીસંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહાસંમેલન બાદ કલેકટર કચેરી પહેાંચી મહીસાગર જિલ્લાના પશુપાલકોના પ્રશ્નો અંગેનું આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા પાસે આવેલા આંકલવા ખાતે ઓબીસી એસસી અને એસટી એકતા મંચ દ્વારા પંચામૃત ડેરી બચાવો મહાસંમેલનમાં કાર્યક્રમના પ્રારંભમાં એકતા મંચના કન્વીનર જવાનસિંહ ચૌહાણે સૌને આવકાર્યા હતા. પ્રસંગે ઉપસ્થિત માજી મંત્રી ઉદેસિંહ બારીયા, પાવીજેતપુરના માજી ધારાસભ્ય વેચાતભાઇ બારીયા, ગલાભાઇ માલીવાડ સહિત પંચમહાલ ડેરીના ડીરેકટરોએ હાલના ચેરમેન જેઠાભાઇ ભરવાડના નેતૃત્વમાં વિશ્વાસ વ્યકત કર્યો હતો. અને પંચમહાલ ડેરીના વિરુદ્ધ અપપ્રચાર કરનારા સત્તાલાલચુ તત્વોને જાકારો આપવા આહવાન કર્યુ હતુ. મોટીસંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ મહાસંમેલન બાદ જિલ્લા કલેકટર કચેરી પહેાંચી જિલ્લા કલેકટરને મહીસાગર જિલ્લાના પશુપાલકોના પ્રશ્નો અંગેનું આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. મહાસંમેલનમાં સમાજમાં વ્યસનો અને શિક્ષમણમાં જાગૃતિ લાવી આગળ વધવા પર ભાર મુકયો હતો. પશુપાલકો નથી તેવા લોકો સમાજમાં અલ્પ શિક્ષણને કારણે ગેરમાર્ગે દોરી સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનાથી સાવધ રહેવા અપીલ કરવામાં આવી હતી. સમેલનમાં ઓબીસી, એસસી અને એસટી સમાજની મહીલાઓ પશુપાલકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ, પંચામૃત ડેરી બચાવવાની માગ સાથે લુણાવાડામાં યોજવામાં આવેલા મહાસંમેલનમાં મોટીસંખ્યામાં પશુપાલકોએ જોડાઇને ડેરી બચાવો વાતને સમર્થન આપ્યું હતું. તેમજ માટે તંત્રને આવેદન આપી રજૂઆત કરાઇ હતી.

રેલી કાઢ્યા બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

લુણાવાડામાં ઓબીસી, એસસી, એસટી એકતા મંચ દ્વારા મહાસંમેલન યોજાયું

રેલી કાઢી ડેરી અલગ કરવાની માગ સાથે આવેદનપત્ર

થોડાદિવસો અગાઉ મહીસાગર ડેરીને પંચામૃત ડેરીમાંથી છુટી પાડવા માટે રેલી કાઢી ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. ત્યારે પંચામૃત ડેરીના કેટલાક ડિરેકટરો દ્વારા ઓબીસી, એસસી એસટી એકતા મંચ દ્વારા પંચામૃત ડેરી પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને વખોડીને હાલના શાસનમાં વિશ્વાસ વ્યકત કરતું આવેદનપત્ર ઇન્ચાર્જ કલેકટર રાજદેવસિંહ ગોહીલને સુપ્રત કરવામાં આવ્યું હતું. અને મહીસાગર ડેરી અંગેનું આંદોલન રાજકીય સ્વાર્થ માટે કરાયું હોવાનું જણાવાયું હતું.

764 પાનાનું દળદાર આવેદન

જિલ્લા કલેકટર સમક્ષ પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં ગુજરાતના તમામ દૂધ સંઘો દ્વારા ચુકવાતા ભાવોની યાદી, દાણના ભાવોની યાદી, મહીસાગર જિલ્લામાં પશુઓના મૃત્યુના કારણેાની વિગતોની માહિતી, લેબ રીપોર્ટની માહિતી, મહીસાગર જિલ્લા દૂધ સંઘ અલગ કરવા, પંચામૃત દૂધ સંઘ સાથે રહેવા દૂધ મંડળીઓએ કરેલા ઠરાવોની નકલોનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહીસાગરડેરી મુદ્દે રાજકારણ ગરમાય તો નવાઇ નહીં

એકતરફ મહીસાગર જિલ્લામાં પંચામૃત ડેરીમાંથી અલગ કરી મહીસાગર ડેરી બનાવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન તેજ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેની સામે પંચામૃત ડેરીના કેટલાક ડિરેકટરો અને વહીવટદારો દ્વારા તેમની માંગ ફગાવી મહીસાગર ડેરી બનાવવામાં આવે તે મુદ્દે વિરોધ પ્રદર્શનો ચાલુ થતાં આગામી સમયમાં આંદોલન કયો વળાંક લેશે તેના પર મહીસાગર જિલ્લાવાસીઓની મીટ મંડાઇ છે.

લુણાવાડામાં ઓબીસી, એસસી એસટી એકતા મંચ દ્વારા પંચામૃત ડેરી બચાવો મહાસંમેલન યોજી તંત્રને આવેદન અપાયું. }જીગર પંડયા

પંચામૃત ડેરી બચાવો સંમેલનમાં સત્તા લાલચુ તત્વોને જાકારો આપવા આહવાન
પંચામૃત ડેરી બચાવો સંમેલનમાં સત્તા લાલચુ તત્વોને જાકારો આપવા આહવાન
X
પંચામૃત ડેરી બચાવો સંમેલનમાં સત્તા લાલચુ તત્વોને જાકારો આપવા આહવાન
પંચામૃત ડેરી બચાવો સંમેલનમાં સત્તા લાલચુ તત્વોને જાકારો આપવા આહવાન
પંચામૃત ડેરી બચાવો સંમેલનમાં સત્તા લાલચુ તત્વોને જાકારો આપવા આહવાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App