તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • Lunavada સંગીતના ઝુનૂન, ઝજ્બા અને જજ્બાતના અહેસાસને જીવંત રાખતો લુણાવાડાનો યુવાન

સંગીતના ઝુનૂન, ઝજ્બા અને જજ્બાતના અહેસાસને જીવંત રાખતો લુણાવાડાનો યુવાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા પાસે આવેલા મેડજીના મુવાડા ગામના અને હાલમાં લુણાવાડા રહેતા શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા પટેલ દંપતિનો પુત્ર ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયો. પરંતુ કલાકાર જીવને કલાની સામે અન્ય કોઈપણ ચીજવસ્તુ તુચ્છ લાગે છે. વિદેશની રંગીન દુનિયા ઝાકમઝોળ લાખોની નોકરી છોડી પોતાની સંગીતકલાને સમર્પિત આ યુવાન લાખો રૂપિયાને ઠોકર મારી સ્વદેશ પરત ફર્યો હતો.

લંડન જેવા શહેરમાં સ્ટડી બાદ કોર્પોરેટ ક્ષેત્રમાં સારી એવી સેલરી પર જોબ હોય તો સામાન્ય રીતે દરેક સપના સાકાર થઈ ગયેલા કહેવાય.પરંતુ લંડનમાં સ્ટડી બાદ સારી એવી જોબ કરવા છતાં મ્યુઝિક ક્ષેત્રે જ આગળ વધવાનું સ્વપ્ન સેવનાર ૨૮ વર્ષીય લુણાવાડાનો વિરલ પટેલ મ્યુઝિક ક્ષેત્રે આગળ વધવા માટે લંડનમાં પોતાની ૨ લાખની જોબને અલવિદા કહીને અમદાવાદમાં આવીને મ્યુઝિક બેન્ડ બનાવવા લાગી જાય છે. વિરલની જેમ જ મ્યુઝિક ક્ષેત્રે આગળ વધવા ઈચ્છતા કોમર્સ સ્ટુડન્ટ્સ પાર્થ ભાવસાર પણ કોર્પોરેટ જોબ છોડીને વિરલ સાથે મ્યુઝિક બેન્ડ બનાવવામાં જોડાય છે. જેમાં એન્જિનિયરિંગ ફિલ્ડમાં સ્ટડી પૂર્ણ કરનાર નિશ્વિત ધિનોરા પણ પાછળથી જોડાય છે. છેવટે એક સરખો શોખ ધરાવતા ત્રણ

...અનુ. પાન. નં 2

લંડનમાં બે લાખની જોબ છોડી લુણાવાડાના યુવાને મ્યુઝિક બેન્ડ બનાવ્યુ.

અન્ય સમાચારો પણ છે...