તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • Lunavada મધરેસા અબાશિયા શાળામાં સંચાલક ભરતીમાં ગેરરીતિ

મધરેસા અબાશિયા શાળામાં સંચાલક ભરતીમાં ગેરરીતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા નગરના દેવડમાતા મંદિર પાસે હુસેનીચોકમાં રહેતી જશોદાબેન રમેશભાઈ રાવળે આક્ષેપ સાથે લેખિતમાં કલેક્ટરને જણાવ્યું હતું કે હું રાવળ કોમની વિધવા નિઃસહાય છુ અને મારે ત્રણ નાના બાળકો છે. તેમજ ગરડા સાશું છે.અને મેં તા.10/9/2018 ના રોજ મધ્યાહ્નભોજનમાં મધરેસા અબાશીયા શાળામાં સંચાલકની ભરતીમાં અરજદાર તરીકે ઈન્ટરવ્યુ આપેલ હતું. આ સંચાલક તરીકે ની પસંદગી થવા માટેની પ્રથમ નિમણૂક ની હકદાર છું, છતાં પણ મધ્યાહ્નભોજન અધિકારી અને મામલતદાર લુણાવાડા દ્વારા મારી અરજી સાથે જોડેલા તમામ પુરાવાવોમાં ચેડા કરી મારી જગ્યાએ પ્રજાપતિ કોમની અન્ય મહિલાને નાણાંકીય લેવડ દેવડ કરી હોય તેવી સંભાવનાઓ છે. અને જો આ ભરતી ઓર્ડર રદ કરી મને નિમણૂક નહી આપવામાં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે કલેક્ટર કચેરી સમક્ષ ધરણા બાદમાં આમરણાંત ઉપવાસ કરીશ તેમ મહીસાગર જિ.કલેક્ટરને રૂબરૂમાં લેખિતમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...