મહિ. જિ. શાળા સંચાલક મંડળના હોદે્દારો ચૂંટાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિસાગર જીલ્લા શાળા સંચાલક મંડળ અને મહિસાગર જિલ્લા આચાર્ય સંઘની એક સંયુકત સભા તાજેતરમાં લુણાવાડા નગર પાલીકા કોમ્યુનિટી હોલમાં ગુજરાત રાજય શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ અને ભાજપા મહિસાગરના પ્રમુખ જે.પી.પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. કાર્યક્રમની શરૂઆતમાં ક્રિસ્ટલ શાળાની વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કર્યુ હતુ. ત્યાર બાદ મહાનુભાવોનું ફુલહાર શાલ મોમેન્ટોથી સ્વાગત કર્યુ હતુ.

મહિ. જિ.ના નિવાસી અધિક કલેકટરે શૈક્ષણિક પરિસંવાદનું દીપ પ્રગટાવી ઉદ્દઘાટન કશ્યુ હતુ. આ પરિસંવાદમાં જિલ્લા શિક્ષણાધિકારી પટેલે શિક્ષણની ગુણવતા અને જિલ્લાની નબળા પરિણામવાળી શાળાઓને પરિણામ સુધારણા બાબતે માર્ગદર્શન આપ્યુ હતુ. તેમજ ગુજરાત માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સચિવ ડી.એસ.પટેલે આચાર્યની ભરતી અને શિક્ષણની ગુણવતા પર વિસ્તૃત છણાવટ કરી હતી. લુણાવાડા મત વિસ્તારના ધારાસભ્ય રતનસિંહ રાઠાડે પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતુ. તેમજ અધ્યક્ષ સ્થાનેથી જે.પી.પટેલે બોર્ડને લગતા પ્રશ્નો અને સચાલકોને મુઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપ્યુ હતુ. તેમજ આગામી ત્રણ વર્ષ માટે મહિસાગર જીલ્લા શાળા સંચાલક મંડળના હોદેદારોની જાહેરાત કરાઇ હતી જેમાં અધ્યક્ષ હરિભાઇ પટેલ, પ્રમુખ આર.ડી.પટેલ, મહામંત્રી દિલીપભાઇ શુકલ, ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલની સાથે બીજા હોદેદારોની વરણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...