• Gujarati News
  • મહિસાગર જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ

મહિસાગર જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિસાગરનાતાલુકા હેલ્થ કચેરી લુણાવાડા, ખાનપુર હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના ગામોની શાળાઓમાં શાળા આરોગ્ય કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં મહીસાગર જીલ્લાનું ઉદઘાટન કોઠા ગામની પ્રાથિમક શાળામાં ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, જીલ્લા સીઆરસી વગેરે કર્મચારીગણ હાજર રહ્યા હતા.

મહીસાગર જીલ્લાના તાલુકા હેલ્થ કચેરી લુણાવાડા, ખાનપુર હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના ગામોની શાળાઓમાં શાળા આરોગ્ય કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં મહીસાગર જીલ્લાનું ઉદઘાટન કોઠા ગામની પ્રાથિમક શાળામાં ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, જીલ્લા સીઆરસી વગેરે કર્મચારીગણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ તા.13 નવેમ્બરથી 10 જાન્યુઆરી સુધી યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક શાળા, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાના કુલ 67,465 બાળકો અને આંગણવાડીના કુલ બાળકો 27626 તેમજ શહેરી વિસ્તાર લુણાવાડાના પ્રાથમિક શાળા, મધ્યમિક, ઉચ્ચમાધ્યમિક શાળાના કુલ બાળકો 16440 અને આંગણવાડીના 1125 બાળકોની તબીબી ટીમ દ્વારા આરોગ્યની તપાસણી કરવામાં આવશે. જે પૈકી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિવિધ બિમારીને શોધીને મફત સારવાર તેમજ સંદર્ભ સેવાના બાળકોને સુપર સ્પેશ્યલીસ્ટ સેવાઓ આપવામાં આવશે. સાથે સાથે ગુટખા પ્રતિબંધ વિશે આઇઇઇસી પ્રવૃતિ સીડી બતાવવામાં આવશે.

શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત શાળામાં આરોગ્ય સપ્તાહ ઉજવણી દરમ્યાન વિવિધ પ્રવૃતિ કરવામાં આવશે. જેવી કે સ્વચ્છતા, વૃક્ષારોપણ, માતા, બાળ તંદુરસ્ત ફરિફાઇ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. જનજાગૃતિ લાવવા માટે આઇઇસી પ્રવૃતિ હાથ ધરવામાં આવેલ છે.