• Gujarati News
  • લીમખેડા તાલુકાના 2800 પશુ માટે દાણની સહાય

લીમખેડા તાલુકાના 2800 પશુ માટે દાણની સહાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડાતાલુકાના 2800 જેટલા દૂધાળા પશુઓ માટે રાજ્યના પશુપાલન વિભાગના લાભાર્થે રૂપિયા 58 લાખથી વધુ કિંમતની ખાણ દાણ સહાય વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. તેમજ પશુપાલકોને સ્વચ્છ દૂધ ઉત્પાદન કીટ આપવામાં આવી હતી. જેમાં સાંસદ, ધારાસભય, તાલુકા પંચાયત પ્રમુખ, એપીએમસી ચેરમેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ડેરી ઉદ્યોગનો વિકાસ થાય તે સાથે પશુપાલકો આર્થીક રીતે પગભર બને તે માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા લીમખેડા તાલુકાના દૂધાળા પશુઓ માટે મફત દાણ ખાણ સહાય મંજૂર કરવામાં આવી હતી. જેના ભાગરૂપે લીમખેડા માર્કેટ યાર્ડ મુકામે લીમખેડા તાલુકાના એક હજાર જેટલા પશુપાલકોના 2800 જેટલા પશુધનનો વંધત્વ નિવારણ કેમ્પ યોજાયો હતો. તેમજ પ્રત્યેક પશુને ત્રણ ગુણ દાણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત બીઆરજીએફ યોજના અંતર્ગત 800 લાભાર્થી પશુપાલકોને સ્વચ્છ દૂધ ઉત્પાદક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્ય વિછિયાભાઇ ભુરીયા, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન રાવત, માર્કેટ યાર્ડ ચેરમેન ધનાભાઇ ભરવાડ, તાલુકા જીલ્લા પંચાયત સદસ્યો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.