તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણાવાડામાં મહીસાગર પ્રીમીયર લીગનો આજે સમાપન સમારોહ

લુણાવાડામાં મહીસાગર પ્રીમીયર લીગનો આજે સમાપન સમારોહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગરમુખ્યમથક લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે રાજયમાં પ્રથમ વખત સ્ટેડિયમ બહાર સૌથી મોટા આયોજનના ભાગરૂપે મહીસાગર પ્રીમીયર લીગ ઓપન ગુજરાત નાઈટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું અભૂતપૂર્વ આયોજન, ભવ્યાતિભવ્ય પ્રારંભ અનેક રાજકીય, સામાજિક અને ફિલ્મક્ષેત્રની હસ્તીઓની ઉપસ્થિતિને ક્રિકેટ રસિકો,દર્શકોએ વધાવી અને જ્યારે લીગ આજે જ્યારે અંતિમ ચરણમાં જઇ રહી છે ત્યારે આયોજકટીમ સહિત સૌ ૪૦ દિવસની યાદગાર સ્મૃતિને વાગોળી રહ્યા છે.

લુણાવાડામાં યોજાઇ રહેલી MPLની ફાઇનલ મેચમાં મહીસાગર પોલીસ ટીમ અને વિનાયક ટીમ વચ્ચે જોરદાર ટક્કરનો રોમાંચ નિહાળવા દર્શકો આતુર છે. જેના પગલે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની સંભાવના છે. લોકોની સૌથી વધુ નજર ટુર્નામેન્ટના ગ્રાન્ડ ક્લોઝિંગ પર છે. મેગા ઇવેન્ટની જેમ ઝાકમઝોળ સાથે એમપીએલનો પ્રારંભ થયો હતો.જેમાં ૪૦૦ બાળકોની અદભૂત કોરિયોગ્રાફી સાથે ડાન્સ, અભૂતપૂર્વ આતિશબાજી, લેસર શો, મ્યૂઝિકલ શો જેવા ભવ્ય પ્રારંભિક આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તથા ૪૦ દિવસ દરમિયાન અભિનેત્રી કિરણ આચાર્ય, અભિનેતા વનરાજસિંહ, ચાર ચાર બંગડીવાળી ફેમ કિંજલ દવે, હાસ્યકલાકાર જીતુ પંડ્યા, ચંદન રાઠોડ, ક્રિશ્ના ઝાલા ફિલ્મી કલાકારો,રાજકીય અને સામાજિક ક્ષેત્રની હસ્તીઓ, વગેરેની ઉપસ્થિતિએ લોકોમાં ઉત્સાહનો માહોલ બનાવ્યો હતો. મહીસાગર જિલ્લાના આંગણે પ્રથમ વખત યોજાયેલી અદભૂત આયોજન

...અનુસંધાન પાના નં.2

મંત્રીઓ, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહેશે

મહીસાગર પોલીસ ટીમ અને વિનાયક ટીમ વચ્ચે ટક્કર

અન્ય સમાચારો પણ છે...