તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદ- ઊંઝા બસને વાયા ફતેપુરા કરવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદડેપોમાંથી ઉપડતી ઝાલોદ ઊંઝા બસને વાયા ફતેપુરા કરવા માટે ફતેપુરા તાલુકાના લોકોની પ્રબળ માંગ ઊઠવા પામી છે. ફતેપુરાથી ડાયરેક્ટ ગાંધીનગર તેમજ ઊંઝા જવા માટે એક પણ બસ સુવિધા નથી. જેને લઇને મુસાફરોને રૂટની બસો પકડવા માટે પારાવાર હાલાકી ભોગવી પડે છે.

ઝાલોદથી બપોરના સમયે એક વાગ્યાના અરસામાં વાયા સુખસર, સંતરામપુર, લુણાવાડા, સાઠંબા થઈ ગાંધીનગરથી ઊંઝા પહોચતી સરકારી બસને વાયા ફતેપુરા કરવા તાલુકાના મુસાફરો અને લોકોની પ્રબળ માંગ ઊઠવા પામી છે. બસ વાયા ફતેપુરા થઈને ચાલુ કરવામાં આવે તો ગાંધીનગર અભ્યાસ અર્થે ફતેપુરા તાલુકના જતા વિદ્યાર્થીઓને લોકોને રાહત થાય તેમ છે. તંત્ર દ્વારા લોકોની માંગ સંતોષાય તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...