• Gujarati News
  • લુણાવાડાની અંકુરપાર્ક સો.માં ગંદકીનું સામ્રાજ્ય

લુણાવાડાની અંકુરપાર્ક સો.માં ગંદકીનું સામ્રાજ્ય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાવરધરી રોડ પર આવેલ અંકુરપાર્ક સોસાયટીમાં ગંદકીથી અવર જવર કરનાર વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વહેલીતકે વિસ્તારમા તંત્ર દ્વારા સફાઇ અભિયાન હાથ નહીં ધરાય તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી રહીશો દ્વારા ઉચ્ચારાઇ છે.

લુણાવાડા વરધરી રોડ પર આવેલ અંકુર સોસા. જવાના રસ્તા પર બનાવેલ ગટરોમાંથી ગંદકી સર્જાય છે. વિસ્તારના રહીશો ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા વે. અંકુર પાર્કથી ગોકુળધામ સોસાયટી જવાના રસ્તાર પર આવેલ ગટરમાં એટલી હદે કાદવ કીચડ થઇ ગયેલ છે કે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા ગટરોની સફાઇ કરાતી નથી. રહીશો દ્વારા પાલિકાને અનેક રજૂઆતો કરવા છતાં સફાઇ કરાતી નથી. ગંદકીના કારણે વિસ્તાર એટલી હદે તીવ્ર દુર્ગંધ મારે છે જેના કારણે ભરઉનાળામાં રોગચાળો ફાટી નીકળે તેવી ભિતી સેવાઇ રહી છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. પાલિકા દ્વારા નીયત સમયે સફાઇ કરાતાં રહીશોના મતે બંને સોસા.ની ગટરો ભેગા મળીને સફાઇ કરવી પડે છે. વહેલીતકે સફાઇ નહી થાય તો આંદોલનની ચીમકી રહીશોએ આપી છે.

લુણાવાડા

^પાલિકા દ્વારા ગટરોની સફાઇ અંગેના કોઇ નક્કર પગલાં લેવાતા નથી. સોસાયટીમાં ઘર આંગણામાં એટલી હવે ગંદકી છે. પાલિકા દ્વારા પૂરેપૂરો વેરો વસૂલાય છે. પરંતુ સફાઇના નામે મીંડું જણાય છે. > મોહનભાઇપંડયા, રહીશ

^લુણાવાડા વરધરી રોડ પર આવેલ અંકુરપાર્ક સોસાયટીમાં ગંદકીથી સફાઇ કર્મચારીઓ મોકલી ગટરોનું સફાઇ કામ શરૂ કરી દેવામાં આવશે. > સુભાષભાઇપડયા, સેનેટરીઇન્સ્પેકટર,પાલિકા, લુણાવાડા

કોઇ પગલાં લેવાતાં નથી

કર્મીઓ મોકલી કામ કરાશે

લુણાવાડામાં અંકુર પાર્ક પાસે રહેલી ગંદકીથી રોગચાળાની ભીતિ છે. / તસવીરધર્મેન્દ્રસિંહ રણા

નિષ્ક્રિય તંત્ર