મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિનું કલેકટરને આવેદન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અચ્છેદિન આયેંગેના લોભામણા વચનો આપી કેન્દ્રની ભાજપા સરકારને એક વર્ષ થવા છતાં આપેલા વચનો પૂર્ણ થવા બાાબતે મહીસાગર જિ. કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન અપાયું હતું.

મહીસાગર કોંગ્રેસ સમિતિ દ્વારા અચ્છે દિન આયેંગેના વચનો આપનાર ભાજપ સરકારને એક વર્ષ થયા છતાં પ્રજાની સમસ્યાઓ નિવારવા કેન્દ્ર-રાજ્ય સરકારની નિષ્ક્રિયતા સામે ન્યાય અપાવવા અને જાગૃતિ લાવવાના ભાગરૂપે મહીસાગર કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. જેમાં જણાવ્યા મુજબ ભાજપા સરકારને એક વર્ષ પૂર્ણ થયો હોવા છતાં અચ્છે દિન આયેંગેના જુઠા વાયદા આપી પ્રજાને છેતરી છે. ખેડૂતોને અન્યાયકર્તા ભૂમિ અધિગ્રહણ કાયદો ઉદ્યોગપતિઓ માટે ફાયદાકારક છે. કેન્દ્ર રાજય સરકારની નિતિથી ગરીબ, મધ્યમ વર્ગની મુશ્કેલી વધી છે. જીવન જરૂરિયાત વસ્તુઓ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે. દેશ-રાજયમાં બહેનો પર અત્યાચારના બનાવો વધ્યા છે. નેપાળ ભુકંપ સમયે પણ મોદી સરકારે પોતાના પ્રચાર કરવા જતાં અનેક ટીકાનો ભાગ બનવુ પડયુ છે. ઉપરાંત રાજય સરકાર પણ તમામ સ્તરે નિષ્ફળ ગયેલ છે. આવા વિવિધ મુદાઓની રજુઆત કરતુ આવેદન ધારાસભ્ય હીરાભાઇ, રાજેન્દ્ર પટેલ સહિત કાર્યકરોએ કલેકટરને આપ્યું હતું.

લુણાવાડા

મહીસાગર જિ.કોંગ્રેસ સમિતિઅે આવેદન આપ્યંુ હતંુ. / તસવીરધર્મેન્દ્રસિંહ રણા

અન્ય સમાચારો પણ છે...