તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટીબાંડીબારમાંથી તીન પત્તીનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડાના મોટી બાંડીબાર ગામના પાટડી ફળિયામાં ખુલ્લી જગ્યામાં ચાર વ્યક્તિઓ તીન પત્તીનો જુગાર રમી હારજીત કરતા હતા. પોલીસે ચારેયની ધરપકડ કરી 4610 રૂપિયા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લીમખેડાના મોટી બાંડીબાર ગામના પાટડી ફળિયામાં રહેતા શૈલેષ ભેમાભાઈ પટેલ ના મકાન પાછળ ખુલ્લી જગ્યામાં મોટી બાંડીબાર ગામના રાહુલ રમેશભાઈ પટેલ, રાજેન્દ્ર વીરસીંગભાઇ પટેલ, મહેશ લક્ષ્મણભાઈ પટેલ તથા લુખાવાડા ગામનો પ્રકાશ કેસર ભાઈ પટેલ સહિતના ચાર ઈસમો ગોળ કુંડાળું બનાવી તીન પત્તીનો જુગાર રમી હાર જીત કરતા હતા.

આ બાબતની જાણ લીમખેડા પોલીસ મથકના પો. ઇ. એચ.પી. કરેણ ને થતા તેઓએ હે. કો. દિનેશભાઈ, અનિલભાઈ પો.કો. અમિતભાઈ, રવિન્દ્ર, પ્રકાશભાઈ સહિતના સ્ટાફના માણસોને સાથે રાખી તીન પત્તીનો જુગાર રમતા ચારેય શખ્સોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. તેમજ દાવ ઉપરના તથા અંગ જડતી માંથી મળી આવેલા 4610 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી ચારેય વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...