તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુધિયામાં BSNL ટાવર બંધ : મોબાઇલ સેવા ઠપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડાના દુધિયા નગરમાં બીએસએનએલ કંપની નું ટાવર બંધ હોવાથી પ્રજાને મોબાઈલ ની સેવા નો ઉપયોગ મળતો નથી. જેના કારણે પ્રજાજનો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે.

આધુનિક યુગ ની હરોળમાં રહેવા પ્રજા માટે મોબાઈલ ફોન આવશ્યક બન્યો છે. અને તેમાં પણ ઈન્ટરનેટની સુવિધા હોય તો સામાન્ય વ્યક્તિ પણ મોબાઈલ ફોન ના માધ્યમથી વિશ્વજગત સાથે સંકળાઇ શકે છે. પરંતુ લીમખેડાના દુધીયા નગરના પ્રજાજનો માટે આ વિશિષ્ટ સેવા મા ગ્રહણ ઉભુ થયું છે દુધિયા ગામનું બીએસએનએલ કંપની નુ ટાવર છેલ્લા કેટલાય દિવસથી બંધ થયું હોવાથી નગરજનોને મોબાઈલ સેવાનો ઉપયોગ મળતો નથી.

જેના કારણે પ્રજાજનોને અગત્યની કામગીરી માં પારાવાર મુશ્કેલી સર્જાઇ રહી છે. ગ્રામજનોએ બીઍસેનલ ટાવર ચાલુ કરાવવા માટે સંબંધિત વિભાગને અનેક વખત રજુઆત કરી છે. પરંતુ કોઈક અગમ્ય કારણોસર ભારતીય દુરસંચાર વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે.

દુધિયા પંથકના નાગરિકોએ તાત્કાલિક અસરથી બીએસએનએલ કંપની નુ ટાવર શરૂ થાય તેવી પ્રબળ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...