તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન અંગેની અદાવતે ધીંગાણું ખેલાતાં 4ને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટામાળ ગામે જમીનની અદાવતે ભુરીયા પરિવાર ના બે કુટુંબો વચ્ચે ભારે ધીંગાણું ખેલાયું હતું. મારક હથિયારો સાથે એકબીજા ઉપર હુમલો કરતા બંને કુટુંબના 4 વ્યક્તિઓ ઘવાયા હતા. સામસામે નોંધાવેલી ફરિયાદને પગલે લીમખેડા પોલીસે 22 વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.

મોટામાળના ચીમન ભુરીયા તથા મગન ભુરીયાના કુટુંબીજનો વચ્ચે જમીન ખેડવાની અદાવતે ભારે ધીંગાણું મચ્યું હતું. બંને કુટુંબના માણસોએ મારક હથિયારો વડે એકબીજા સાથે મારામારી કરતા ઝાલાભાઇ ભુરીયા, મનુભાઈ ભુરીયા, રસૂલ ભુરીયા, અભેસિંગ ભુરીયા સહિતના ચાર લોકો ઘવાયા હતા. બંને પરિવારોએ એકબીજા વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા 22 વ્યક્તિઓ વિરૂધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...