• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kheda
  • ડાકોરના યુવાનોએ બળદ છોડી જાતે રણછોડરાયજીનો ચાંદીનો રથ ખેંચ્યો

ડાકોરના યુવાનોએ બળદ છોડી જાતે રણછોડરાયજીનો ચાંદીનો રથ ખેંચ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | નડિયાદ | મંદિરમાં બિરાજમાન થઇ ભક્તોના મનોરથ પૂરતાં જગતના નાથ શનિવારે અષાઢી બીજના પાવન પર્વે ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા હતા. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાય નગરયાત્રાએ નીકળ્યા ત્યારે અબીલ - ગુલાલની છોળો વચ્ચે ભક્તો ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. રથયાત્રા દરમિયાન અનોખું દૃશ્ય સર્જાયું હતું. તિરંગા ગ્રુપના યુવાનોએ બળદગાડામાંથી બળદ છોડી દઇ જાતે જ ચાંદીનો રથ ખેંચ્યો હતો. હતાં.

હજારો વૈષ્ણવોએ અબીલ - ગુલાલની છોળો ઉડાડી ભગવાનના દર્શન કર્યા
1600થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મીઓએ રથયાત્રામાં વ્યવસ્થા સાચવી
જિલ્લામાં અલગ અલગ સ્થળોએ યોજાયેલ રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 4 ડી.વાય.એસ.પી., 21 પોલીસ ઇન્સપેક્ટર, 50 પોલીસ સબ ઇન્સપેક્ટર, 900 પોલીસ કર્મચારીઓ, 500 હોમગાર્ડઝ તથા 200 મહિલા પોલીસ કર્મીઓ ફરજ ઉપર હાજર રહ્યા હતા. જિલ્લામાં સાતેય રથયાત્રાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.

જય રણછોડ.. માખણ ચોરના નારા લગાવ્યાં
શુભ મુર્હુતમાં ઘુમ્મટમાં ચાંદીના રથના પૂજન બાદ જયઘોષ સાથે ગોપાલલાલજી મહારાજ રથમાં બિરાજમાન થયા હતા. ઘુમ્મટ અને પરિસરમાં પરિક્રમા બાદ બળદ જોતરી શ્રીજી ગોમતી પરીક્રમાના તેના નિયત માર્ગ પર પ્રસ્થાન પામ્યા હતા. વહેલી સવારથી જ ડાકોર નગર રણછોડમય બની ગયું હતું. રથયાત્રાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત નગરની ગલીએ - ગલીએ તૈનાત હતો. ઢોલ-નગારા-ત્રાશાના તાલે, અબીલ ગુલાલની છોળો ઉડાડતા, રથ અને ત્યારબાદ ગજરાજ પર બિરાજમાન થઇ શ્રીજી પરિક્રમાએ નીકળ્યા હતા. જગતના નાથના આ શાહી દર્શનનો લ્હાવો લઇ ભક્તો ધન્ય થયા હતા. સાંજે ઇંડીપિંડીની વિધીથી પ્રભુની નજર ઉતારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...