• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kheda
  • ખેડા પાલિકાના સભ્ય કૃત્રિમ વીર્ય દાન કેન્દ્ર બનાવવામાં અડચણરૂપ

ખેડા પાલિકાના સભ્ય કૃત્રિમ વીર્ય દાન કેન્દ્ર બનાવવામાં અડચણરૂપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા કેમ્પ ખાતે કૃત્રિમ વીર્યદાન કેન્દ્ર બનાવવા માટે કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આમ છતાં ખેડા પાલિકાના એક સભ્ય તેમાં અડચણ ઊભી કરી બાંધકામ અટકાવતા સ્થાનિક પશુપાલકોએ તેનો વિરોધ કરી પાલિકાના આ સભ્ય પોતાની સત્તાનો દુરૂપયોગ કરતા હોવાનો આક્ષેપ કરી ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે. છતાં જો ટૂંકમાં ઉકેલ નહીં આવે તો તા. 13 ઓગસ્ટથી અચોક્કસ મુદતની ભૂખ હડતાળ શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.

ખેડા કેમ્પ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને કલેક્ટરે કૃત્રિમ વીર્યદાન કેન્દ્ર બનાવવા માટે મંજૂરી આપી છે. પણ ખેડા પાલિકાના વોર્ડ નં. 2ના સભ્ય સિધ્ધરાજસિંહ કેસરીસિંહ ડાભી દ્વારા તેના બાંધકામમાં આડખીલી ઊભી કરી તેને અટકાવ્યું છે. જેને લઇ તેઓ પોતાની સત્તાનો દુરૂપયોગ કરતા હોવાનો તથા દૂધ મંડળીના વિકાસ કાર્યમાં અડચણરૂપ બની વિકાસના કાર્યને છ માસથી અટકાવી રાખ્યું હોવાનો આક્ષેપ પશુપાલકો દ્વારા કરાયો છે. જેના વિરોધમાં પશુપાલકો દ્વારા શનિવારે પ્રાંત અધિકારી સહિત સંબંધિત અધિકારીઓને બે આવેદનપત્રો અપાયા હતા. જેમાં વિિવધ આક્ષેપ કરાયો છે.

ખેડા કેમ્પ ખાતે બે અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સભ્ય શૌચાલય યોજનામાં પણ અડચણરૂપ છે
ખેડા કેમ્પ ખાતે કૃત્રિમ વીર્યદાન કેન્દ્રમાં અડચણરૂપ બનેલા સિધ્ધરાજસિંહ ડાભીએ સત્તાનો દુરૂપયોગ કરી પોતાના ઘેર એક શૌચાલય હોવા છતાં સરકારની યોજનાનો ગેરલાભ ઉઠાવી બીજુ શૌચાલય બનાવ્યું છે. જ્યારે તેઓ સામાન્ય નાગરિકોને શૌચાલય બનાવવા દેતા નથી.

અન્ય સમાચારો પણ છે...