નડિયાદ | ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભૂમિહીન ખેડૂતોને જમીન ફાળવણીનો તા. 27/8/1998ના રોજ કરાયેલ હુકમ 20 વર્ષ પછી પણ અમલી બન્યો નથી. તંત્રની આવી ઉદાસીનતાના વિરોધમાં ગુરૂવારે નડિયાદખાતે સરદાર પટેલ ભવનમાં આવેલ જમીન દફતરની કચેરીમાં તાલુકાના ભૂમિહીન ખેડૂતોએ આવેદનપત્ર આપી હવે ઝડપથી જમીન ફાળવી આપવાની માંગ કરી હતી.
મોટીઝેર અનુ. જાતિના 2 અને ઝંડા ગામના 4 મળી કુલ 6 લાભાર્થીઓ છે. જે પૈકી કેટલાક લાભાર્થીઓએ તો ચલણ પણ ભર્યા છે. છતાં હજુ સુધી જમીનની ફાળવાઇ નથી.