ખેડા જિલ્લામાં આદિવાસી દિવસ ઉજવાયો

પ્રકૃતિની એકદમ નજીક મનાતા અને પર્યાવરણ જતનમાં આદિવાસી સમાજની મહત્વની ભૂમિકા નડિયાદમાં આદિવાસી દિવસ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:06 AM
ખેડા જિલ્લામાં આદિવાસી દિવસ ઉજવાયો
નડિયાદ શહેરમાં ગુરૂવારના રોજ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 9મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદી દરવાજા પાસે, નડિયાદ ખાતે આદિવાસી સમાજ નડિયાદ દ્વારા ભવ્ય રેલી યોજાઇ હતી. જેમાં મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યાં હતાં.

થર્મલ પાવર સ્ટેશનખાતે વૃક્ષારોપણ કરાયું

નડિયાદ | વિશ્વ આદિવાસી દિનની ઉજવણીરૂપે થર્મલ પાવર સ્ટેશનખાતે વૃક્ષારોપણ કરાયું હતું. પ્રકૃિત્તની અેકદમ નજીક મનાતા અને પર્યાવરણના જતનમાં મહત્વની ભૂમિકા અદા કરનાર આદિવાસી સમૂહના દિવસની આગવી રીતે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે સંકુલના ચીફ એન્જિનીયર પી.એમ. પરમાર તથા ડી.એન. પંચાલ, જનરલ મેનેજર આર. એમ. ગામીત સહિત ઉજવણી સમિતિના કન્વીનર એ. એન. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડાના બીડજ ગામે બાઇક રેલી નીકળી

ખેડા | વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ખેડાના બીડજ ગામે આદિવાસી સમાજ દ્વારા બાઇક રેલી યોજી ઉજવણી કરાઇ હતી. રેલીમાં 100થી વધુ બાઇકો પર આશરે 2 હજાર ઉપરાંત ભાઇ-બહેનો અસલાલી ગામે રવાના થયા હતા.

ખેડા જિલ્લામાં આદિવાસી દિવસ ઉજવાયો
ખેડા જિલ્લામાં આદિવાસી દિવસ ઉજવાયો
X
ખેડા જિલ્લામાં આદિવાસી દિવસ ઉજવાયો
ખેડા જિલ્લામાં આદિવાસી દિવસ ઉજવાયો
ખેડા જિલ્લામાં આદિવાસી દિવસ ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App