રસિકપુરા સાબરમતી નદીમાં ભૂમાફિયાઓનો અડીંગો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા તાલુકાના રસીકપુરા ગામે આવેલી સાબરમતી નદીમાંથી માથાભારે શખસો દ્વારા છેલ્લા ઘણા સમયથી નદીમાંથી રેતી ઉઠાવીને સ્ટોક કરવામાં આવી રહ્યો છે. બાદમાં આ રેતીનું સરાજાહેર વેચાણ થઇ રહ્યું છે. બીજી તરફ આ સમગ્ર હકિકત જાણવા છતાં મામલતદાર ઢાકપીછોણા કરી રહ્યાં છે.

રસિકપુરા ધોરી માર્ગ પર આવેલી ખાનગી હોટલની પાછળ સાબરમતી નદીની રેતીના ઢગલા કરવામાં આવી રહ્યાં છે. કોઇની પણ રોક ટોક વગર આ ભૂમાફિયાઓ દ્વારા 24 કલાક નદીમાંથી માટી ઉઠાવવાનું કામ ચાલુ છે. નદીમાંથી ટ્રેક્ટરો દ્વારા રેતી ભરીને નાખવામાં આવી રહી છે. અગાઉ પણ નડિયાદ ખાણ ખનજી અધિકારીઓ દ્વારા બે વાર દરોડો પાડવામાં આવી ચૂક્યો છે.

આ બાબતે રસિકપુરા ગ્રામ પંચાયત દ્વારા કોઇ પણ જાતની મંજુરી આપવાની આવી નથી. આ બાબતની જાણ થતાં ભૂમાફિયાઓને નોટીસ પણ આપવામાં આવી છે. આમ છતાં કામ બેરોકટોક ચાલી રહ્યું છે. બીજી તરફ મામલતદારે પણ સમગ્ર પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગ પર જવાબદારી ઢોળી દિધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભમૂફાયાઓને પરવાનગી વિના ખનન કરવા બદલ નોટિસ પાઠવાામાં આવી છે છતાં તેઓ બેફીકર ગેરરીતિ આચરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...