• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kheda
  • ખંભાત ખાતે અમૂલ દાણ પાર્લર ખુલ્લું મુકવામાં આવ્યું હતું.અમૂલ

ખંભાત ખાતે અમૂલ દાણ પાર્લર ખુલ્લું મુકવામાં આવ્યું હતું.અમૂલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાત ખાતે અમૂલ દાણ પાર્લર ખુલ્લું મુકવામાં આવ્યું હતું.અમૂલ ડેરી તેમજ ફેડરેશનના ચેરેમેન રામસિંહ પરમારના હસ્તે ઉદ્વઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમૂલ ડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેકટર જયેન મેહતા તથા અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.

અમૂલ દાણ પાર્લર ખોલવાનો મુખ્ય આશય સભાસદોના હિતને ધ્યાનમાં લઇ તેમના પશુ પાલનના ધંધાને વધુને વધુ નફાકારક બનાવવાનો છે. જો પશુઓને ગુણવત્તા યુક્ત પૂરતો પશુઆહાર તેમજ પશુ પૂરક આહાર રોજબરોજ મળી રહે તો પશુઓનું સ્વાસ્થય જળવાળશે, પશુઓની દૂધ આપવાની ક્ષમતાં વધારો થશે તેમજ પશુપાલકોના આર્થિક નફામાં પણ વધારો થશે. પશુઆહારની સાથે સાથે પશુ પૂરક આહારનું પણ એટલુંજ મહત્વ છે. અને તેની સંપૂર્ણ ઉપલબ્ધિ માટે અમૂલ ડેરી દ્વારા આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લામાં આવા 16 જેટલા અમૂલ દાણ પાર્લર ખોલવામાં આવ્યાં છે.પશુઓમાં મીઠાની તેમજ ખનીજ તત્વોની ઉણપને દૂર કરવા માટે અમૂલ ડેરી,આણંદ દ્વારા આજે નવા બે-પશુ પૂરક આહાર બજારમાં વેચાણ અર્થે મૂકવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...