તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kheda
  • Kheda ખેડા જિલ્લાની 3 બેઠકની પેટાચૂંટણીમાં સરેરાશ 70.07 ટકા મતદાન, 6 ઉમેદવારોનાં ભાવિ સીલ

ખેડા જિલ્લાની 3 બેઠકની પેટાચૂંટણીમાં સરેરાશ 70.07 ટકા મતદાન, 6 ઉમેદવારોનાં ભાવિ સીલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણેય જગ્યાએ એકંદરે મતદાન શાંતિપૂર્ણ : 9 ઓક્ટોબરે મત ગણતરી બાદ પરિણામો જાહેર કરાશે
ખેડા જિ. પં.ની રાણિયા બેઠક પર 59.42 ટકા મતદાન
ખેડા જિલ્લા પંચાયતની રાણિયા બેઠક પર ભાજપના ઉમેદવાર વિરભદ્રસિંહ ઠાકોરનું અાકસ્મિક મૃત્યુ થતાં ખાલી પડેલી બેઠક પર ભાજપે સ્વર્ગસ્થના પત્ની અલ્પાકુંવરબાને તો સામા પક્ષે કોંગ્રેસે નવોદિત ઉમેદવાર નાગપાલસિંહને જંગમાં ઉતાર્યા હતા. બંન્ને પક્ષના જિલ્લાના નેતાઓ તથા સાંસદ અને ધારાસભ્યોએ આ બેઠકને કબ્જે કરવા પ્રયાસો કર્યા હતા. રવિવારે યોજાયેલા મતદાનમાં સરેરાશ કુલ 59.42 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રાણિયા મતદાર વિસ્તાર ઠાસરા તા.પં.ના પ્રમુખ ભાજપના જ્યોત્સનાબેન કંચનસિંહ ચાવડાનો મત વિસ્તાર હોવાથી તેઓની શાખ પણ દાવ પર લાગેલી છે.

ખેડા તા.પં.ની પરસાંતજ બેઠક પર 70.52%
ખેડા તાલુકા પંચાયતની 12 પરસાંતજ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપમાંથી રાયસંગભાઇ કાળાભાઇ ગોહેલ તથા કોંગ્રેસમાંથી માનસિંગભાઇ મણાભાઇ ગોહેલે જંગમાં ઝંપલાવ્યું હતું. જેમાં આ બેઠક પરના 1,836 પુરૂષ તથા 1,395 મહિલાઓ મળી કુલ 3,231 મળી કુલ 70.52 ટકા મતદાન નોંધાયું હતું.કપડવંજ તા.પં.ની બેટાવાડા બેઠક પર 80.27%
કપડવંજ તાલુકા પંચાયતની 5 બેટાવાડા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપમાંથી નીરૂબેન લક્ષ્મણસિંહ સોલંકી જ્યારે કોંગ્રેસમાંથી વિદ્યાબેન કિરણભાઇ બારૈયાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જેમાં પુરૂષોમાંથી 2,256 અને સ્ત્રીઓમાંથી 1,962 મળી કુલ 4,218 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેને લઇ સરેરાશ કુલ 80.27 જેટલું ઊંચુ મતદાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...