ખંભાત તાલુકા પ્રાયમરી ટીચર્સ સોસાયટીની ચૂંટણીમાં બિનહરીફ
ખંભાત : કેમ્બેતાલુકા પ્રાયમરી ટીચર્સ કો.ઓ સો.લીના કારોબારી સભ્યોની ચૂંટણીમાં 17 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં વિમળાબેન સોલંકી જયેન્દ્રસિંહ સિંધા, મનુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, અનુભાઈ વેગડા, વિઠ્ઠલ પટેલ, ભાઈલાલ ઠાકોર, પુનમભાઈ પ્રજાપતિ, કિરીટ પટેલ, અરવિંદ રાઠોડ, બાબુભાઈ મકવાણા, કમલેશ પ્રજાપતિ, અરવિંદ ચૌહાણ, નદીમહુસૈન હેમોત્રા, ભાનુભાઈ ચૌહાણ, નવીન ભુરીયા, મનુભાઈ જયસ્વાલનો સમાવેશ થાય છે. પેનલ પાંચ વર્ષ સુધી સેવાઓ આપશે.