તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાતમાં પોલીસને ચકમો આપી વોરંટનો આરોપી ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતકોર્ટમાં વોરંટના આરોપીને રજૂ કરાયા બાદ શુક્રવારે સાંજે આરોપી પોલીસને ચકમો આપી કોર્ટના પગથિયાથી ફરાર થઈ જતાં ખંભાત પોલીસમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતના ઝલુદ સ્થિત ટેકરાવાળા ફળિયામાં રહેતા દિલીપભાઈ ઉર્ફે ડાહ્યાભાઈ ગગજી ચાવડાને શુક્રવારે સાંજે ચાર કલાકે કોર્ટમાં રજૂ કરવા માટે ખંભાત પોલીસ સ્ટેશનામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મોહનભાઈ હિંમતભાઈ લઈ ગયા હતા. દરમિયાન, કોર્ટમાં રજૂ કરાયા બાદ તેને લઈને કોર્ટ સંકુલમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે સમયે તેણે મોહનભાઈ કંઈ વિચારે તે પહેલાં તેમને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ તુરંત જિલ્લા પોલીસને કરવામાં આવી હતી. જેને પગલે જિલ્લા પોલીસને સતર્ક કરી દેવાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં પોલીસે તમામ ચોકડી પર સઘન વાહનચેકીંગ હાથ ધર્યું છે. ઉપરાંત આરોપીના રહેઠાણ પર સતત વોચ રાખી તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...