તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17 વર્ષથી ખાલી રહેલી ટાંકી ધરાશાયી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાતતાલુકાના રાલેજ ગામે નવનિર્મિત ટાંકીમાં પાણી ભર્યાના પ્રથમ દિવસે ધડાકાભેર તુટી પડતાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો હતો. છતે પાણીએ તરસ્યા રહેલા ગ્રામજનોએ તકલાદી કામ બાબતે તંત્રની આળસ અને ભ્રષ્ટાચારને જવાબદાર ગણ્યો હતો. ખીસ્સા ભરવા માટે અધિકારીઓએ ગ્રામજનોને ભરઉનાળે તરસ્યા રહેવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

ખંભાત તાલુકાના રાલેજ ગામે ગ્રામજનોને પાણી મળી રહે તેવા હેતુસર પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. તંત્ર દ્વારા પાણીની ટાંકીનું નવનિર્મિત કામ પૂર્ણ થયા બાદ તેમાં પાણી ભરવામાં આવ્યું હતું. પરંતુ ટાંકીમાં પાણી ભર્યા બાદ પ્રથમ દિવસે લિકેજને કારણે શોભાના ગાંઠિયા સમાન ટાંકી ધરાશયી થઇ હતી. કોન્ટ્રાકટરો અને તંત્રની મિલીભગત દ્વારા બનેલી તકલાદી કામગીરીને કારણે વર્ષોથી જર્જરીત અને પાણી વિના રહેલ પાણીની ટાંકી ધરાશયી થઇ હતી.જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી.

રાલેજ ગામના રહીશોને પીવાનું પાણી મળી રહે તેવા હેતુથી 1997માં 19 લાખ રૂપિયાની રકમ પાણીની ટાંકી બનાવવા માટે મંજુર કરવામાં આવી હતી અને તેનું 2000માં કામ પૂર્ણ થયું હતું. પાણીની ટાંકીનું નવનિર્મિત કામ પૂર્ણ થયા બાદ તેમાં પાણી ભરવામાં આવ્યું હતું.ટાંકીમાં પાણી ભરાયા બાદ પાણી લીકેજ થતું હોવાથી નવનિર્મિત ટાંકી જર્જરીત થવા પામી હતી.અને ગ્રામજનોને પીવાના પાણીની અસુવિધા ઉંભી થવા પામી હતી.2000ની સાલ બાદ જર્જરીત અવસ્થામાં ઉભી રહેલી પાણીની ટાંકી ધરાશયી થયી હતી. પૂર્વ સરપંચ દ્વારા ડેમેજ અંગેની તાલુકા વિકાસ અધિકારીને અરજી આપ્યા બાદ પણ કોઇ કાર્યવાહી થતા આજ દિન સુધી તંત્રની આળસની જોવા મળી હતી.

રાલેજમાં 17 વર્ષથી ખાલી રહેલી ટાંકી ધ્વસ્ત થઇ જતાં લોકો રોષે ભરાયા હતા.

ખંભાતના રાલેજ ગામમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ : ટાંકીમાં પાણી નંખાય તે પહેલા ધ્વસ્ત

નવી બનાવેલી ટાંકીના લીકેજ મુદ્દે વિવાદ થતાં ઉપયોગ કરાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો