ખંભાતના દૂરદર્શન રીલે કેન્દ્રને ખંભાતી તાળા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે દૂરદર્શનને જોવા માટે ખંભાત તાલુકાની 200 ગામોની જનતાને ખિસ્સું ઢીલું કરવા ફરજીયાત સેટ અપ બોક્સ માટે રકમ ચૂકવવી પડશે. આ અંગે વિરેન્દ્ર પંડિત (ડે.ડાયરેકર, પ્રસાર ભારતી, વડોદરા)એ જણાવ્યું કે, ખંભાત રીલે કેન્દ્રને 31મી જાન્યુઆરીની મધ્ય રાત્રિથી ખંભાત, દેવગઢબારિયા અને સંજેલીની પ્રસારણ સેવાઓ બંધ કરાશે. નવીનતમ ટેકનોલોજીને ટક્કર ન આપી શકવાને કારણે પ્રસાર ભારતી દ્વારા રીલે કેન્દ્રો બંધ કરવાની નિર્ણય લેવાયો છે. જેમાં ખંભાત દૂરદર્શન કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. સરકાર માત્ર 230 હાઈ પાવર ટ્રાન્સમીટર અને 400 એલપીટી ચાલુ રાખવા માંગે છે. આ અંગે ખંભાત-તારાપુર, સોજીત્ર સહિતના તાલુકાઓના અનેક સરપંચોએ સામુહિક સહી ઝુંબેશ આદરી ખંભાત કેન્દ્રને ડીજીટલ ટ્રાન્સમીટર, આકાશવાણી એફ એમ કેન્દ્રમાં ફેરવવા માંગ ઉચ્ચારી છે.

દરિયાકિનારાના જરૂરિયાતમંદો સૂચાનોથી વંચિત
ખંભાતને ૬૦ કિમીનો અખાતીય દરિયા કિનારો મળ્યો છે જ્યાં 8 જેટલા ગામો વસેલા છે.દુરદર્શન રીલે કેન્દ્રને કારણે અહીના ગરીબ-જરૂરીયાત મંદો મફતમાં વાવાઝોડું,પુર,વરસાદ સહિતની અગાહીની માહિતી મેળવતા હતા. પણ હવે તેઓ આ સૂચનોથી વંચિત રહેશે. જયેશ પરમાર,સામજિક કાર્યકર ખંભાત

રીલે કેન્દ્ર બંધ કરવાને બદલે ડિઝીટલ ટ્રાન્સમીટર લગાવવાની જરૂર હતી
ખંભાત રીલે કેન્દ્ર બંધ કરવાની જગ્યાએ ડીજીટલ ટ્રાન્સમીટરલગાવ્યું હોત તો પાંચ ચેનલ મફતમાં જોવા મળી શકત.ખંભાતમાં મોટાભાગના ગામોમાં એન્ટીનાથી ટીવી જોવામાં આવે છે. આકાશ વાણીનો એફ એમ રેડિયો સ્ટેશન પણ લગાવી શકાઈ. અશોકભાઈ પટેલ,રીલે કેન્દ્ર,ખંભાત

ચરોતરમાં 10 વર્ષ દૂરદર્શન કેન્દ્ર બંધ કરાયું હતું
ચરોતરમાં એક દાયક અગાઉ પીજ દુરદર્શન કેન્દ્ર ચાલતુ હતું. જેનો લાભ મધ્ય ગુજરાતની જનતાને મળતો હતો.પરંતુ અચાનકજ બંધ કરી દેવાયું છે.જે અંગે પીજ સહિત જિલ્લાના આગેવાનોએ વર્ષો સુધી લડત ચલાવી હતી તેમ છતાં આજ દિન સુધી ચાલુ થયું નથી.

પ્રસારણ મંત્રાલયમાં રજૂઆત કરાઇ છે
ખંભાત રીલે કેન્દ્ર બંધ થતા તાલુકાના સરપંચોએ સુચન અને પ્રસારણ મંત્રાલયના મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે-ખંભાતમાં 1994થી દુરદર્શન એનેલોગ ટ્રાન્સમીશન કેન્દ્ર કાર્યરત છે. જેનો લાભ 200 ગામના છેવાડાના લોકોને મળતો હતો. આ વિસ્તારમાં ડીજીટલ ટ્રાન્સમીટર અને આકાશવાણી એફ એમ કેન્દ્રમાં પરિવર્તિત કરાય તો ખેડૂતો,પશુપાલકોને લાભ થશે. ચિરાગભાઈ પટેલ, સરપંચ, વાસણા

અન્ય સમાચારો પણ છે...