ભાલપંથકમાં 42 હજાર હેક્ટરમાં ભાલીયા ઘઉં મ્હોરી ઊઠ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘઉંના ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર ગણાતા ખંભાત-તારાપુર તાલુકામાં છેલ્લા એક મહિનાથી ભાલીયા ઘઉ મ્હોરી ઉઠ્યા છે. િડસેમ્બરના અંતમાં પડેલી ઠંડી બાદ ભાલીયા ઘઉંમાં મલકાટ જોવા મળ્યો હતો. ભેજ અને ઠંડી માફકસર રહેવાના કારણે ચાલુ વર્ષે વધુ સારું ઉત્પાદન થાય તેવી આશા બંધાઇ છે.

આ અંગે ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, ભાલિયા ઘઉંની દેશ-વિદેશમાં માગ રહેતી હોઇ ભાલ પંથકમાં 42 હજાર હેકટર જમીનમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરાયું છે. પ્રારંભમાં પડેલ ઠંડી બાદ માફકસરના હવામાનને કારણે ઘઉંનો પાક મ્હોરી ઉઠ્યો છે. જેને પગલે ચાલુ વર્ષેે ઘઉંનું ઉત્પાદન વધશે.’

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ખંભાતના ચેરમેન મહેશ રાવલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પણ સારા ઉતારનો આશાવાદ સેવાઈ રહ્યો છે.ખેડૂતોને તમામ પાણી મળે તે માટે રજૂઆત કરી દીધી છે.ઉપરાંત ખાતર પણ નિયમિત મળે તેવી જોગવાઈ કરવામાં આવી હોઈ ખેડૂતો ખેતી પાકોને વધુ સારી રીતે ઉછેરી શકશે.

ભાલ પંથકમાં આ વર્ષે ભાલિયા ઘઉંનું સારું ઉત્પાદન રહેવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...