એહમદ પટેલના વિજયની ખંભાત કોંગ્રેસ દ્વારા ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસભામાટેની ચુંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલના વિજયને વધાવવા માટે ખંભાત શહેર તેમજ તાલુકાના હોદ્દેદારો અતિહાસિક ગવારા ટાવર પાસે એકત્રિત થયા હતા.ત્યાર બાદ ખંભાત શહેર-તાલુકા કૉંગ્રેસ સમિતિ ખાતે વિજયોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પહાર અર્પી ઉજવણી કરી હતી.

ઉજવણીમાં કોંગ્રેસ ઉપપ્રમુખ ખુશમનભાઈ પટેલ,ખંભાત શહેર કોંગ્રેસના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, યુથ પ્રમુખ સાવજસિંહ ગોહિલ, તોગાભાઈ ભરવાડ,જયંતીભાઈ જાદવ,દાનભાઈ વાઘેલા,ચંદુભાઈ કડિયા, નિતીનભાઈ બ્રહ્મભટ્ટ, હનીફભાઈ બર્કન, ઈફ્તેખાર યમનીભાઈ સહીત તાલુકાના આગેવાનો અને પાલિકાના કોન્સીલરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...