• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • ખંભાતમાં પરષોત્તમ રૂપાલાના હસ્તે ‘કિડની હોસ્પિટલ’નું ઉદઘાટન

ખંભાતમાં પરષોત્તમ રૂપાલાના હસ્તે ‘કિડની હોસ્પિટલ’નું ઉદઘાટન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતમાં એમ.એમ કાર્ડિયાક કેર સેન્ટરની બાજુમાં એમ.એમ.પરીખ ‘કિડની હોસ્પિટલ’નું ઉદઘાટન કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મયુરભાઈ રાવલ, મોહનભાઈ પટેલ, નવીનભાઈ બ્યુટીકવાળા, ડો.ભુપેન્દ્રભાઈ કાપડિયા, ડો.ઠાકોરભાઈ રાણા, સહિત એન.આઇ.આર દાતાશ્રીઓ, તેમજ કાર્ડિયાક કેર સેન્ટરનો સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

ટ્રસ્ટી મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે, 24 કલાક સુધી આઈ.સી.યુ કાર્યરત રહે તેવી સુવિધા છે. સિટીકેન, એન્જીયોગ્રાફી, સહિત અનેક આરોગ્યલક્ષી સેવા તેમજ ઉત્તમ સુવિધા ખંભાતની પ્રજાને ઘર આંગણે મળી રહે તે માટે વિદેશ પરદેશમાં ખંભાતના દર્દીઓની સારવાર માટે ચિંતા કરતા દેશ-વિદેશના એન.આઈ.આર પરિવારજનોએ 26 કરોડ જેટલું દાન અર્પણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...